નેશનલ: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોરોના સંક્રમણ નિયંત્રણ અને સારવાર સુવિધા અંગે આઠ રાજ્યોના મુખ્યમંત્રીશ્રીઓ સાથે વિડીયોકોન્ફરન્સ યોજી સમીક્ષા કરી. PM નરેન્દ્ર મોદીએ દેશમાં કોરોના સંક્રમણના વધતા વ્યાપ તેમજ રાજ્યો દ્વારા સંક્રમણ નિયંત્રણ અને સારવાર સુવિધા અંગે માર્ગદર્શન આપવા 8 રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વિડીયો કોન્ફરન્સ બેઠક યોજી હતી. આ બેઠકમાં કેન્દ્રિય ગૃહ મંત્રી શ્રી અમિત શાહ પણ ઉપસ્થિત રહ્યા હતા. CM વિજય રૂપાણીએ આ બેઠકમાં ગાંધીનગરથી સહભાગી થતાં ગુજરાતમાં દિવાળીના તહેવારો પછી કોરોના સંક્રમણ કેસોમાં થયેલા વધારા સામે રાજ્ય સરકારની આરોગ્ય સુવિધા અને સારવાર વ્યવસ્થાની વિસ્તૃત જાણકારી આપી હતી. CM વિજય…