CM અરવિંદ કેજરીવાલને કરવામાં આવ્યા છે નજરકેદ આ આરોપ લાગવ્યો છે આમ આદમી પાર્ટીનાં નેતાઓએ CM કેજરીવાલે ખેડૂતોને આપ્યું હતું સમર્થન નેશનલ: ખેડુતોનાં આંદોલન અને ભારત બંધને ધ્યાનમાં રાખીને દિલ્લી પોલીસે મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલને નજરકેદ કરી દીધા છે. આ આરોપ આમ આદમી પાર્ટી (AAP)એ લગાવ્યો છે. AAPનું કહેવું છે કે સીએમ અરવિંદ કેજરીવાલ સિંધુ બોર્ડરથી પરત ફર્યા હતા ત્યારથી તેના માટે નજરકેદ જેવી પરિસ્થિતિઓ બનાવવામાં આવી છે. સીએમ અરવિંદ કેજરીવાલની તમામ બેઠક રદ કરવામાં આવી છે. AAPનો આરોપ છે કે, ગૃહ મંત્રાલયનાં આદેશથી પોલીસે દિલ્લી મહાનગર પાલિકાનાં ત્રણ મેયરને…
Tag: farmer bill
ભારત બંધ એલાનનાં પગલે દેશભરમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો
ખેડૂત સંગઠનો દ્વારા અપાયું ભારત બંધનું એલાન પ્રકાશ જાવડેકરે બંધને સમર્થન આપવા બદલ વિપક્ષોની કડક શબ્દોમાં ટીકા કરી નેશનલ: ખેડૂત સંગઠનો દ્વારા આજે અપાયેલા ભારત બંધ આહવાનને પગલે તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં સુરક્ષા કડક બનાવવામાં આવી છે. રાષ્ટ્રીય રાજધાનીની સરહદે નવા ફાર્મ કાયદાઓનો વિરોધ કરી રહેલા ખેડૂત સંઘોએ આજે સવારે 11 થી સાંજનાં 3 દરમિયાન દેશવ્યાપી હડતાલની હાકલ કરી છે. જો કે બંધના એલાનને મિશ્ર પ્રતિભાવ મળ્યો છે. માહિતી અને પ્રસારણમંત્રી પ્રકાશ જાવડેકરે કૃષિધારાઓ અંગે ખેડૂતોમાં ગેરસમજ ફેલાવવા માટે તથા આજના ભારત બંધને સમર્થન આપવા બદલ વિપક્ષોની કડક…
કેન્દ્ર સરકાર ખેડૂતોનાં આગેવાનો સાથે ચોથા દોરની મંત્રણા આજે યોજાશે
ખેડૂતો કૃષિ ધારા અંગે દેખાવો કરી રહ્યાં છે કેન્દ્ર સરકાર અને કૃષિ આગેવાન વચ્ચે મંત્રણા યોજાશે નેશનલ: કેન્દ્ર સરકાર અને કૃષિ ધારા અંગે દેખાવો કરી રહેલા ખેડૂતોનાં આગેવાનો સાથે ચોથા દોરની મંત્રણા આજે યોજાશે. ગયા મંગળવારે કેન્દ્ર સરકાર તથા ખેડૂતો વચ્ચે યોજાયેલી ત્રીજા દોરની વાતચીત અનિર્ણિત રહી હતી. મંગળવારે યોજાયેલી વાતચીતમાં કૃષિમંત્રી નરેન્દ્રસિંહ તોમરે જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર ખેડૂત તથા કૃષિ ક્ષેત્રના વિકાસ માટે સંપૂર્ણ રીતે પ્રતિબધ્ધ છે. પત્રકારો સાથેની વાતચીતમાં તોમરે જણાવ્યું હતું કે, કૃષિ ક્ષેત્રમાં સુધારાઓ ખેડૂતોના હિતમાં લેવાયા છે. આ ધારા અંગે ખેડૂતોને વાંધો હોય તો…