iPhone બનાવતી કંપનીમાં કર્મચારીઓએ કરી ધમલ પગાર બાબતે ચાલી રહેલી ચર્ચા હિંસક બની નેશનલ: બેંગ્લોર થી 60 km. દૂર આવેલા આઇફોનનાં પ્લાન્ટમાં આજે શનિવારે સવારે હિંસા ફાટી નિકળી હતી. પ્લાન્ટનાં કામદારોનાં પગારના મામલે મેનેજમેન્ટ અને કર્મચારીઓ વચ્ચે ઘર્ષણ થયું હતું. બેંગ્લોર નજીકનાં નરશાપૂરા ખાતે તાઇવાનની મહાકાઇ કંપની વિસ્ટ્રોન કોર્પોરેશનનો આઇફોનનો વિશાળ પ્લાન્ટ આવેલો છે. આ પ્લાન્ટમાં અંદાજે 2000થી વધુ કર્મચારીઓ કામ કરે છે. આ કર્મચારીઓએ પગાર અને સુવિધા મામલે આજે સવારે નાઇટ શિફટ પૂર્ણ કર્યા પછી ધમાલ શરૂ કરી હતી. પ્લાન્ટનાં ફર્નીચરનો ભૂકો બોલાવી દેવામાં આવ્યો અને કેટલાંક વાહનોને પ્લાન્ટની…