છત્તીસગઢમાં માઓવાદી હુમાલામાં ૨૩ સૈનિકો શહીદ થયા

પ્રતિકાત્મક તસવીર

નેશનલ: છત્તીસગઢમાં સુકમા-બીજાપુર જીલ્લાઓમાં સરહદી વિસ્તાર જગરગુંડામાં માઓવાદી હુમાલામાં શહીદ થયેલા સૈનિકોની સંખ્યા વધીને ૨૩ થઇ છે. આ ઓચિંતા હુમલામાં રપ થી વધુ સુરક્ષાકર્મી ઇજાગ્રસ્ત થયા હતા. આજે તેકુલગુંડાનજીક એક શોધ અભિયાનમાં CRPF અને DRGના શહીદ જવાનોના પાર્થિવ દેહ મળી આવ્યા હતા. પોલીસે જણાવ્યું કે,આ અથડામણમાં અનેક માઓવાદીઓ પણ માર્યા ગયા છે. એક મહિલા વિદ્રોહી સહીત ઘટના સ્થળેથી બે માઓવાદીના મૃતદેહો મળી આવ્યા છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહે મુખ્યમંત્રી ભુપેશ બધેલ સાથે વાતચીત કરી અને કેન્દ્રીય રીઝર્વ પોલીસ દળના મહાનિયામક કુલદીપસિંહને પરિસ્થિતિનો તાગ મેળવવા માટે તરત જ ઘટના સ્થળે જવા…

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદમાં આવતીકાલે 71 કરોડનાં ખર્ચે તૈયાર થયેલા બે ફ્લાય ઓવરનું ઇ-લોકાર્પણ કરશે

Amit Shah

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ અમદાવાદમાં નિર્માણ પામેલા 71 કરોડ રૂપિયાનાં બે ફ્લાય ઓવરનું આવતીકાલે ઇ-લોકાર્પણ કરશે મુખ્યમંત્રી વિજય રૂપાણી તથા નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ આ અવસરે ઉપસ્થિત રહેશે ગુજરાત: નેશનલ હાઇવે 147 પર સરખેજ-ગાંધીનગર-ચિલોડાનાં કુલ 44 કિલોમીટરનાં માર્ગને 4 લેનમાંથી 6 લેનમાં રૂપાંતરિત કરવાનાં તથા આ માર્ગ પર આવતા ચાર રસ્તાઓ પર અગિયાર જેટલા ફ્લાય ઓવર બનાવવાની કામગીરી કેન્દ્ર અને રાજ્ય સરકારનાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા હાથ ધરવામાં આવી રહી છે. તદાનુસાર 28 મીટરનો સિંઘુભવન ચાર રસ્તા ફ્લાય ઓવર 25 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયો છે તેમજ સાણંદ જંકસન…