Nokia PureBook X14 પ્રીમિયમ લેપટોપ ભારતમાં લોન્ચ થયું

ભારતમાં Nokia સ્માર્ટફોન ખૂબ જ લોકપ્રિય છે. તેમની સ્માર્ટફોન બોડી અને સ્ટોક Android ફોન્સ લોકોનાં લોકપ્રિયતાનું કારણ છે. પરંતુ હવે કંપની માત્ર સ્માર્ટફોન જ નહીં પરંતુ લેપટોપ સેગમેન્ટમાં પણ પ્રવેશ કરી રહી છે. બજારમાં છેલ્લા કેટલાક સમયથી Nokiaનાં લેપટોપની ચર્ચા થઈ રહી હતી. આ કંપનીએ ​ભારતમાં લેપટોપ લોન્ચ કર્યું છે. Nokia PureBook X14 એ કંપનીનું ભારતમાં પહેલું લેપટોપ છે. જેની કિંમત 59,990 રૂપિયા છે.

Nokia PureBook X14એ 14 ઇંચની Full HD LED ડિસ્પ્લે સાથેનું પ્રીમિયમ લેપટોપ છે. તેમાં ડોલ્બી એટોમસ સપોર્ટ સાથે ડોલ્બી વિઝન સપોર્ટ પણ છે. આ રેન્જમાં તેનું વજન પણ ખૂબ ઓછું છે. તેનું વજન માત્ર 1.1 કિલો છે. આમાં તમને 8 GB DDR4 રેમ અને 512 જીબી SSD સ્ટોરેજ સાથે ઇન્ટેલ 10 મી જનરેશન core i5 પ્રોસેસર મળશે. શ્રેષ્ઠ ગ્રાફિક્સ માટે તેમાં ઇન્ટેલ 1.1GHz ટર્બો GPUની સાથે યુએચડી 620 ગ્રાફિક્સ પણ છે.

લેપટોપમાં વિન્ડોઝ 10 હોમ પ્લસ સાથે ક્લિઅર વિડિઓ એચડી ટેકનોલોજી પણ છે. તેમાં ઇન્ટેલની ક્વિક સિંક વિડિયો, iN tru 3D સપોર્ટ પણ હશે, તેમાં બે યુએસબી 3.1 પોર્ટ,અને એક યુએસબી 2.0 પોર્ટ, એચડીએમઆઈ પોર્ટ, યુએસબી ટાઇપ-સી પોર્ટ અને ઇથરનેટ પોર્ટ પણ છે.

આ નવા લેપટોપની તુલના Xiaomi Mi Notebook 14 સાથે કરવામાં આવશે જે ભારતમાં થોડા મહિના પહેલા લોન્ચ થયુ હતું. તેની કિંમત 44,000 રૂપિયા છે.

Leave a Comment