- નીતિશ કુમાર ફરી બન્યાં બિહારના મુખ્યમંત્રી
- ભાજપના બે નેતા બન્યાં નાયબ મુખ્યમંત્રી
- તારકિશોર પ્રસાદ અને રેણુ દેવી બન્યાં નાયબ મુખ્યમંત્રી
બિહાર: શ્રી નીતિશ કુમારે આજે બિહારના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. રાજ્યપાલ ફાગુ ચૌહાણે રાજભવનમાં નીતિશ કુમારને હોદ્દો અને ગુપ્તતાના શપથ લેવડાવ્યાં હતાં. ભાજપના નેતા તારકિશોર પ્રસાદ અને રેણુ દેવીને નાયબ મુખ્યમંત્રીના શપથ લેવડાવ્યાં. નીતિશ કુમારને ગઈ કાલે પટનામાં નવા ચૂંટાયેલા ધારાસભ્યોની બેઠકમાં NDAના સર્વસંમતિથી નેતા ચૂંટી કાઢવામાં આવ્યાં હતાં. NDA એ તાજેતરમાં બિહારમાં વિધાનસભાની ચૂંટણીમાં 125 બેઠકો જીતીને બહુમતી મેળવી છે.