5 ડિસેમ્બરથી નેટફ્લિક્સ ભારતમાં બધાં લોકો માટે ફ્રી, જાણો કેવી રીતે મળશે આ ઓફરનો લાભ..

netflix stream fest
  • નેટફ્લિક્સ(Netflix) પોતાનાં ભારતીય યુઝર્સ માટે લઈને આવ્યું છે ફ્રી ઓફર
  • 5 ડિસેમ્બરથી મળશે આ ઓફરનો લાભ
  • આ ઓફરમાં રજીસ્ટ્રેશન કરનાર દરેકને મળશે ફ્રીમાં નેટફ્લિક્સ

મનોરંજન: નેટફ્લિક્સ(Netflix) ઇન્ડિયાએ એક જાહેરાત કરી છે જેમાં જણાવ્યું છે કે, 5 ડિસેમ્બરથી ભારતમાં નેટફ્લિક્સની એક ફ્રી ઓફર લોન્ચ કરવામાં આવશે. જેની વેલીડિટી બે દિવસની હશે.

આ બે દિવસને નેટફ્લિક્સ(Netflix)એ “સ્ટ્રીમફેસ્ટ”(streamfest) તરીકે જાહેર કર્યા છે. આ સ્ટ્રીમફેસ્ટ(streamfest) બે દિવસ માટે એટલે કે 5 ડીસેમ્બર અને 6 ડિસેમ્બર એમ બે દીવસ સુધી ચાલશે. જે દરમિયાન ભારતનાં દરેક લોકોને આ બે દિવસ માટે ફ્રીમાં નેટફ્લિક્સ(Netflix) જોવા મળશે.

સ્ટ્રીમફેસ્ટ(streamfest) ફક્ત નોન-સબ્સ્ક્રાઇબર માટે જ ઉપલબ્ધ છે. આનો અર્થ એ કે ઉપયોગ કરવા માટે તમારે નેટફ્લિક્સ(Netflix) પર એક એકાઉન્ટની જરૂર પડશે. આ માટે, તમારે તમારા ફોન પર નેટફ્લિક્સ(Netflix) એપ્લિકેશન ડાઉનલોડ કરવી પડશે અથવા Netflix.com/steamfest વેબસાઇટની મુલાકાત લેવી પડશે.netflix stream fest

આ એપ્લિકેશનને ફોનમાં ડાઉનલોડ કર્યા પછી તેમાં તમારું નામ, નંબર ઇમેઇલ આઈ.ડીનાં ઉપયોગથી Sign Up કરવાનું રહેશે.
વેબસાઇટ અથવા એપ્લિકેશન પર તમે તમારું એકાઉન્ટ સફળતાપૂર્વક બનાવ્યા પછી, તમે 5 ડિસેમ્બર અને 6 ડિસેમ્બરથી નેટફ્લિક્સ(Netflix)નું આખું કેટલોગ મફતમાં એક્સેસ કરી શકશો.

નોંધપાત્ર વાત એ છે કે, જ્યારે તમે સ્ટ્રીમફેસ્ટ(streamfest) માટે sign up કરો છો, ત્યારે તમને પ્રોફાઇલ્સ, પેરેંટલ કંટ્રોલ્સ, હિન્દીમાં નેટફ્લિક્સ, માય કેટલોગ, સબટાઇટલ્સ , મોબાઇલ પર સ્માર્ટ ડાઉનલોડ્સ અને અન્ય મહત્વપૂર્ણ સહિત પેઈડ યુઝર્સ માટે ઉપલબ્ધ બધી સુવિધાઓનું એક્સેસ આપવામાં આવશે.

એકવાર તમે સ્ટ્રીમફેસ્ટ માટે sign up કરી લો, પછી તમે તમારા સ્માર્ટ ટીવી, ગેમિંગ કન્સોલ, IOS અને એન્ડ્રોઇડ એપ્લિકેશન્સ અને પીસી પર નેટફ્લિક્સ બ્રાઉઝ કરી શકો છો. જો કે, સ્ટ્રીમિંગ ગુણવત્તા સ્ટાન્ડર્ડ ડેફિનેશન (SD) હશે.

નેટફ્લિક્સ(Netflix) સ્ટ્રીમફેસ્ટ(streamfest)નું પરીક્ષણ થોડા મહિના પહેલા ભારતમાં કરવામાં આવ્યું હતું. બે દિવસ સુધી ભારતીય વપરાશકર્તાઓ માટે એપ્લિકેશન મફત બનાવવાની વાત કરતા નેટફ્લિક્સ(Netflix)નાં COO ગ્રેગ પીટર્સે એક કોન્ફરન્સ કોલ દરમિયાન કહ્યું હતું કે, “અમે આ વિચારથી ઉત્સાહિત છીએ, અને તે કેવી રીતે ચાલશે તે જોશું, અમને લગે છે કે આ એક શ્રેષ્ઠ મોકો છે જેમાં વિકએન્ડમાં લોકોને નેટફ્લિક્સ(Netflix)નું એક્સેસ આપી અને તમને આશ્ચર્યજનક કથાઓ માણવાનો મોકો આપવો આ સાથે નેટફ્લિક્સની સાથે એક નવો સમૂહ પણ જોડાઈ શકે છે તેવી પણ મને આશા છે, સાથે આશા એ પણ છે કે આ ઓફરમાં મોટો જનસમૂહ જોડાશે અને આ ઓફરનો લાભ લેશે”

Leave a Comment