- હૈદરાબાદ સામે કોલકાતા નાઈટ રાઇડર્સ સળંગ 3જી વખત જીત્યું
- મનીષ પાંડે અને જોની બેરસ્ટોની અડધી સદી જીતવામાં કામ ન આવી
IPL: KKRએ હૈદરાબાદને 10રને હરાવ્યું. SRH એ ટોસ જીતી પ્રથમ બોલિંગ કરી, KKR એ 20 ઓવર માં 187 રન કર્યા. SRH જવાબમાં 20ઓવરમાં 177રન બનાવી શકી.
20 ઓવર પછી હૈદરાબાદે 5 વિકેટ ગુમાવી ને 177 રન કર્યા. જોકે મનીષ પાંડે દ્વારા 61 રન અને અબ્દુલ સમદ 19 રન સાથે અણનમ રહ્યા. જોકે તેઓ ટીમને મેચ જીતાવી ન શક્યા, જેથી કોલકાતા એ મેચને પોતાનાં નામે કરી.
મેચમાં સૌથી વધુ રન કરનાર ખેલાડીઓ
KKR ટીમમાં નીતીશ રાણા (80) અને રાહુલ ત્રિપાઠી (53) રન કર્યા હતા. જ્યારે SRHની ટીમમાં મનીષ પાંડે (61) અને જોની બેરસ્ટો (55)રન કર્યા હતા. પરંતુ આ રન જીતમાં કામ લાગ્યા નહીં.
નીતીશ રાણા એ તેની અર્ધ સદી તેની પત્ની સાંચી મારવાહને સમર્પિત કરી. રાણાએ 50 રન પુરા થતા તેણે હાથમાં પહેરેલ રીંગ બતાવીને અડધી સદીનો ઉમંગ જાહેર કર્યો.
KKR ને જીતની પ્રસિદ્ધિ આપવામાં કામ લાગ્યો પ્રસિદ્ધ કૃષ્ણ, તેણે 2 વિકેટ લીધી હતી. જ્યારે આન્દ્રે રસેલ, શાકિબ અલ હસન અને પેટ કમિન્સ એ 1-1 વિકેટ લીધી હતી. નીતિશ રાણાએ 56બોલમાં 9 ચોગ્ગા અને 4 છગ્ગા સાથે 80રન કર્યા. સાથે રાહુલ ત્રિપાઠીએ પણ 29 બોલમાં 5 ચોગ્ગા અને 2 છગ્ગા સાથે 53 રન કર્યા હતા.
KKRની પ્લેઇંગ ઇલેવન
શુભમન ગિલ
રાહુલ ત્રિપાઠી
નીતીશ રાણા
દિનેશ કાર્તિક
ઇઓન મોર્ગન (કેપ્ટન)
આંદ્રે રસેલ
પેટ કમિન્સ
શાકિબ અલ હસન
હરભજન સિંઘ
વરૂણ ચક્રવર્તી
પ્રસિદ્ધ કૃષ્ણ
સનરાઇઝર્સ હૈદરાબાદની પ્લેઇંગ ઇલેવન
ડેવિડ વોર્નર (કેપ્ટન)
વૃદ્ધિમન સાહા
મનીષ પાંડે
જોની બેરસ્ટો
વિજય શંકર
મોહમ્મદ નબી
અબ્દુલ સમદ
રશીદ ખાન
ભુવનેશ્વર કુમાર
સંદીપ શર્મા
ટી નટરાજન