- ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષા મોકૂફ
- 12 એપ્રિલે અને 23 એપ્રિલથી શરૂ થનારી પરીક્ષા મોકૂફ
ગુજરાત: ગુજરાત યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર આવ્યા છે. આગામી 12 અને 23 એપ્રિલથી શરૂ થનારી પરીક્ષાઓ કોરોનાને કારણે મોકૂફ રાખવામાં આવી છે. BA,BSC,BBA,BCA,B.ED, B.COM.ની પ્રથમ સેમની પરીક્ષાઓ 12 અને 23 એપ્રિલથી શરૂ થવાની હતી. પરંતુ રાજ્યમાં અને ખાસ કરીને અમદાવાદમાં કોરોના વાયરસનાં વધી રહેલા કેસને પગલે આ પરીક્ષાઓ હાલ પુરતી મોકૂફ રાખવાનો યુનિવર્સીટી તંત્ર દ્વારા નિર્ણય લેવાયો છે.
આગામી આદેશ ન મળે ત્યાં સુધી પરીક્ષાઓ રહેશે મોકૂફ યુનિવર્સિટીનાં તંત્ર દ્વારા તાજેતરમાં જાહેર કરવામાં આવેલ સત્તાવાર પરિપત્રમાં કહેવામાં આવ્યું છે કે, પ્રવર્તમાન કોવિડ-19 મહામારીને ધ્યાને લેતા 12 એપ્રિલ અને 23 એપ્રિલના રોજ યોજાનારી પરીક્ષાઓ હાલ પુરતી મોકૂફ રાખવામાં આવેલ છે. તો આ સાથે જ એવું પણ કહેવાયું છે કે, જ્યાં સુધી આગામી આદેશ ન મળે ત્યાં સુધી મોકૂફ રાખવામાં આવેલ છે.