સસ્તું થઈ શકે છે ખાદ્ય તેલ, સરકારે લીધો મહત્વપૂર્ણ નિર્ણય

નેશનલ: દેશમાં પેટ્રોલની સાથે સાથે ખાદ્ય પદાર્થોનાં ભાવોમાં પણ રોજ-બરોજ થોડી-થોડી વૃદ્ધિ જોવા મળતી હતી. જેની સીધી અસર ગરીબ અને મધ્યમ વર્ગનાં લોકોનાં ઘરમાં જોવા મળતી હતી.

સ્થાનિક બજારમાં ખાદ્યતેલોનાં ભાવ નીચે લાવવાનાં હેતુસર સરકારે મંગળવારે ક્રૂડ પામ ઓઇલ પર આયાત ડ્યુટીનો ધોરણ દર ઘટાડીને 10 ટકા કર્યો છે. અન્ય પામ તેલ પર તે 37.5 ટકા રહેશે. આ નિર્ણય 30 સપ્ટેમ્બર સુધી લાગુ રહેશે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ઈનડાયરેક્ટ ટેક્સ અને કસ્ટમ્સ (CBIC)એ એક જાહેરનામું બહાર પડ્યું છે જેમાં જણાવ્યું છે કે, ક્રૂડ પામ ઓઇલ પર સ્ટાન્ડર્ડ કસ્ટમ્સ ડ્યુટી (BCD) દર સુધારીને 10 ટકા કરવામાં આવ્યો છે જે બુધવારથી લાગુ થશે.

સેસ અને અન્ય કર સહિત 10 ટકાની મૂળભૂત આયાત કર સાથે ક્રૂડ પામ ઓઇલ પર અસરકારક આયાત કર 30.25 ટકા રહેશે. જ્યારે શુદ્ધ પામ તેલ માટે તે બુધવારથી 41.25 ટકા રહેશે. સીબીઆઇસીએ જણાવ્યું હતું કે, આ સૂચના 30 જૂન 2021થી લાગુ થશે અને 30 સપ્ટેમ્બર 2021 સુધી અમલમાં રહેશે.

ઓક્ટોબરમાં ફરી કિંમતોમાં વધારો થશે:


હાલમાં પામતેલ પર સ્ટાન્ડર્ડ કસ્ટમ્સ ડ્યુટી (બીસીડી) 15 ટકા છે જ્યારે આરબીડી પામ ઓઇલ, આરબીડી પામોલિન, આરબીડી પામ સ્ટીરિન (ક્રૂડ પામ ઓઇલ સિવાય)ની અન્ય કેટેગરીમાં 45 ટકા ડ્યુટી છે. સીબીઆઈસીએ ટ્વીટ કર્યું, “લોકોને રાહત આપવા સરકારે ક્રૂડ પામ ઓઇલ પરની કસ્ટમ ડ્યુટી 35.75 ટકાથી ઘટાડીને 30.25 ટકા અને રિફાઈન્ડ પામ ઓઇલ પર 49.5 ટકાથી ઘટાડીને 41.25 ટકા કરી દીધી છે.” તેનાથી સ્થાનિક બજારમાં ખાદ્યતેલોના છૂટક ભાવમાં ઘટાડો થશે.

Related posts

Leave a Comment