લગ્ન પહેલા દિયા મિર્ઝાએ શેર કર્યા મહેંદીનાં ફોટો

મનોરંજન: બોલિવૂડ એક્ટ્રેસ દિયા મિર્ઝા 15 ફેબ્રુઆરી સોમવારે વૈભવ રેખી સાથે લગ્ન કરવા જઈ રહી છે. તાજેતરમાં જ દીયાનાં લગ્નનાં સમાચાર આવ્યા છે, ત્યારથી તે અચાનક ચર્ચામાં આવી ગઈ છે. હવે લગ્ન પહેલા દીયાએ સોશિયલ મીડિયા પર પોતાની મહેંદીની એક સુંદર તસવીર શેર કરી છે. દીયાએ આ તસવીર પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં શેર કરી છે અને તેની સાથે ‘પ્યાર’ પણ લખ્યું છે.

દીયા અને વૈભવનાં લગ્ન પહેલા લગ્ન પહેલાનાં ફંક્શન્સ ચાલી રહ્યા છે. આ લગ્નમાં ફક્ત દિયા અને વૈભવનાં પરિવારના જ નજીકનાં મિત્રો સામેલ થવા જઇ રહ્યા છે. લગ્ન પહેલાની પાર્ટીની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર પણ સામે આવી હતી. જુઓ, દિયાની મહેંદી તસવીર:

લગ્ન પહેલા દિયા મિર્ઝાનાં ઘરને પણ શણગારવામાં આવ્યું છે. દીયાનાં લગ્નનું ફંક્શન ખૂબ જ ખાનગી રહેશે, તેથી ઘરની આજુબાજુ ઘણા બધા સિક્યુરિટી ગાર્ડ પણ તૈનાત કરવામાં આવ્યા છે. જુઓ, દીયાના ઘરની તસવીર:

 

View this post on Instagram

 

A post shared by Filmfare (@filmfare)


જણાવી દઈએ કે આ દીયા મિર્ઝાનું બીજુ લગ્ન છે. આ પહેલા તેણે સાહિલ સંઘા સાથે લગ્ન કર્યા હતા. લગ્નનાં 5 વર્ષ પછી દીયા અને સાહિલ વર્ષ 2019માં અલગ થઈ ગયા હતા. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો દીયા છેલ્લે તપસી પન્નુની સાથે ફિલ્મ ‘થપ્પડ’માં જોવા મળી હતી.

દીયા મિર્ઝા & સાહિલ સિંઘા

Related posts

Leave a Comment