દેવભૂમિ દ્વારકા બન્યો ગુજરાતનો પ્રથમ COTPA Complaint જિલ્લો

ગુજરાત: દેવભૂમિ દ્વારકામાં વડોદરાના ફેઈથ ફાઉન્ડેશન દ્વારા સર્વે હાથ ધરવામાં આવેલો હતો. દેવભૂમિ દ્વારકા જિલ્લા તમકુ નિયંત્રણ સેલ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ શાખા દ્વારા તમાકુ નિયંત્રણ પ્રોગ્રામ અંતર્ગત જિલ્લામાં COTPA એક્ટ 2003નું અમલીકરણ વર્ષ 2015થી કરવામાં આવેલ છે. આ પ્રોગ્રામ અંતર્ગત થયેલી કામગીરી અંગેનો આ સર્વે કરવામાં આવ્યો હતો.

સર્વે જિલ્લા વહીવટી તંત્ર અને ફેઈથ ફાઉન્ડેશન વડોદરાના સહભાગથી કરવામાં આવ્યો હતો જે સર્વેના અંતે દેવભૂમિ દ્વારકાને રાજ્યનું પહેલો COTPA Complaint જિલ્લો જાહેર કરવામાં આવ્યો હતો.

ડી.જે. જાડેજા- ડિસ્ટ્રિક્ટ ડેવલોપમેન્ટ ઓફિસર, ડો. સુતરીયા- ડિસ્ટ્રિક્ટ હેલ્થ ઓફિસર, અક્ષય અગ્નિહોત્રી- ફિલ્ડ ઓફિસર, ફેઈથ ફાઉન્ડેશન

સર્વે કામગીરી ફેઈથ ફાઉન્ડેશનનાં ફિલ્ડ ઓફિસર અક્ષય અગ્નિહોત્રીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવેલો હતો આ સર્વેના અંતે સામે આવ્યું હતું કે જીલ્લાની 85% કકેરીઓમાં ધૂમ્રપાન પ્રતિબંધિત વિસ્તારના સાઇન બોર્ડ લાગેલા છે. આ સાથે 89% જેટલા તમાકુના વહેંચાણ સ્થળો પર તમાકુ અંગેની જાહેરાત જોવા મળી ન હતી તે જ રીતે 95% જગ્યાઓ પર 18 વર્ષથી ઓછી વયના લોકો એ તમાકુનું વહેંચાણ કરવું નહીં તેવા બોર્ડ લાગવાયેલા હતા. જ્યારે 37% જગ્યાઓ પર શૈક્ષણિક સંસ્થાના 100 વારના વિસ્તારમાં વહેંચાણ કરવું નહીં તેવું લખાણ લખવામાં આવ્યું હતું.

આ સર્વેના પરિણામ પરથી ફેઈથ ફાઉન્ડેશન વડોદરા દ્વારા દેવભૂમિ દ્વારકા જિલ્લાને COTPA Complaint તરીકે ગુજરાત રાજ્યનો પ્રથમ જિલ્લો જાહેર કરવામાં આવ્યો હતો. આ અન્વયે ફેઈથ ફાઉન્ડેશન દ્વારા જિલ્લા વિકાસ અધિકારી, મુખ્ય આરોગ્ય અધિકારી તેમજ તમાકુ નિયંત્રણ સેલ સંભાળતા સોશિયલ વર્કરને સન્માનીત કરવામાં આવ્યા હત.

Related posts

Leave a Comment