ચારે’ય બાજુ હરાવવાની જંગ – પટેલ એકલા
આ વાત 2017ની ચૂંટણીની છે. અહેમદ પટેલને હરાવવા ચારે’ય બાજુ રાજકારણનું ગણિત રમાતું રહ્યું અને આ વખત ભાજપ પણ એના ગણિતમાં રમતું રહ્યુ. 176 વિધાયકોનાં મત, ભાજપમાંથી ઉભા રહેલ ત્રણ દાવેદાર અમિત શાહ, સ્મૃતિ ઈરાની અને બળવંતસિંહ રાજપૂત અને કોંગ્રેસનાં ઉમેદવાર અહેમદ પટેલને મળવાનાં હતા. 46-46 મત અમિત શાહ અને સ્મૃતિ ઈરાનીએ મેળવી લીધા. આ બાદ ભાજપનાં ત્રીજા ઉમેદવાર બળવંતસિંહ રાજપૂતને 38 મત મળ્યા અને અહેમદ પટેલને 44 મત મળ્યા. જીતવા માટે મહત્તમ 45 મતની આવશ્યકતા અને એવે વખતે કોંગ્રેસનાં બે મતદાર એક-રાઘવજી પટેલ અને બીજા-ભોલા ભાઈ ગોહિલ કોંગ્રેસનો વિરોધ કરી મતની રમત ઉંધા પાટા પર લઈ ગયા અને રાજકીય રમતમાં એ વોટીંગનાં મત સૌ સમક્ષ પ્રત્યક્ષ કર્યા. કોંગ્રેસ જાણતી હતી કે મત આપનાર પોતાનો મત બતાવી શકે નહીં અને કોંગ્રેસએ એ મતને કેન્સલ કરવાની માંગ કરી. પરીણામે ચૂંટણી કમીશને વાત સ્વિકારીને મત કેન્સલ કર્યા. અને 44 મત મેળવી અહેમદ પટેલ વિજયી બન્યા.
2017ની જ રાજ્ય સભાની ચૂંટણીમાં શંકરસિંહે બળવો કરેલો.
અહેમદ પટેલની જીવન કહાણી
જન્મ
અહેમદ પટેલનો જન્મ ગુજરાતનાં ભરૂચનાં અંકલેશ્વરમાં.3 વખત લોકસભા સાંસદ બન્યા અને ચાર વખત રાજ્યસભાનાં સભ્ય બન્યા. પહેલી ચૂંટણી 1977માં ભરૂચથી લડ્યા, અને 62,879 વોટથી જીત્યા. 1980માં ફરી ચૂંટણી લડ્યા અને આ સમયે 82,844વોટ જીત્યા. 1984ની ત્રીજા લોકસભાની ચૂંટણીમાં તેમણે 1,23,069 વોટથી વિજય મેળવ્યો હતો. 80 અને 84માં, બંને ચૂંટણીમાં જનતા પાર્ટીનાં ચંદૂભાઈ દેશમુખ બીજા નંબરે રહ્યા. 1993થી રાજ્યસભાનાં સાંસદ રહ્યા અને 2001થી સોનિયા ગાંધીનાં કોંગ્રેસ સલાહકાર.
આ ઉપરાંત 1977થી 1982 સુધી ગુજરાતનાં યુથ કોંગ્રેસ કમિટિનાં પ્રમુખ રહ્યા. સપ્ટેમ્બર 1983 થી ડિસેમ્બર 1994 સુધી ઓલ ઇન્ડિયા કોંગ્રેસની કમીટીનાં જ જોઈન્ટ સેક્રેટરી રહ્યા. 1985માં જાન્યુઆરીથી સપ્ટેમ્બર સુધી રાજીવ ગાંધીનાં સંસદિય સચિવ રહ્યા. તે ઉપરાંત અરુણ સિંહ અને ઓસ્કર ફર્નાન્ડિઝ પણ રાજીવ ગાંધીનાં સંસદિય સચિવ રહેલા. સપ્ટેમ્બર 1985 થી જાન્યુઆરી 1986 સુધી ઓલ ઇન્ડિયા કોંગ્રેસની કમીટીનાં જનરલ સેક્રેટરી રહ્યા. કોંગ્રેસનાં તાલુકા પંચાયત પદથી રાજકિય કારકિર્દી શરૂ થતાં જાન્યુઆરી 1986 માં ગુજરાત કોંગ્રેસનાં અધ્યક્ષ બન્યા હતા, જે ઓક્ટોબર 1988 સુધી રહેલા.
1991માં જ્યારે નરસિમ્હા રાવ પ્રધાનમંત્રી બન્યા, ત્યારે તે કોંગ્રેસનાં વર્કિંગ કમિટિનાં સભ્ય બન્યા.
1996માં ઓલ ઈન્ડિયા કોંગ્રેસની સ્થાપના થઈ. અહેમદ પટેલ ખજાનચી હતા. સીતારામ કેસરી કોંગ્રેસનાં પ્રમુખ હતા. તેમ છતાં, વર્ષ 2000 સોનિયા ગાંધીનાં ખાનગી સચિવ જ્યોર્જ સાથે તકરાર બાદ તેણે હોદ્દો છોડી દીધો અને આગળનાં વર્ષમાં સોનિયાનાં રાજકીય સલાહકાર બન્યા. સંસ્થામાં આ પદવીઓ ઉપરાંત સિવિલ એડિશનલ મિનિસ્ટ્રી, માનવ સંરક્ષણ મંત્રાલય અને પેટ્રોલિયમ દેખરેખની મદદ માટે કમીટીનાં સભ્ય પણ રહી ચૂક્યા હતા. 2006 થી તેઓ વક્ફ સંયુક્ત સંસદિય સમિતિનાં સભ્ય પણ રહેલા.
ઈન્દિરા ગાંધીએ કેબીનેટ સોપ્યું. પણ..
અહેમદ પટેલ ઇન્દિરા ગાંધીનાં સમયથી કોંગ્રેસમાં હતા. 1977ની ચૂંટણીમાં જ્યારે ઇન્દિરા ગાંધીની બાજી બદલાયેલી જણાતી હતી. તે છતાંય, અહેમદ પટેલ એ સમયે પોતાના મતવિસ્તારની મીટીંગ માટે મનાવી લાવ્યા હતા. 1977ની સામાન્ય ચૂંટણીમાં જ્યારે કોંગ્રેસ શરમજનક રીતે હારી હતી એવે વખતે, કોંગ્રેસની લાજ ગુજરાતનાં અહેમદ પટેલે બચાવી લીધેલી. સાથે, ગણ્યા ગાંઠ્યા લોકોમાંથી તેઓ સંસદ સુધી પહોંચ્યા હતા. 1980ની ચૂંટણીમાં અદભૂત પૂર્વક પરીણામ બાદ જ્યારે ઇન્દિરા ગાંધી, અહેમદ પટેલને કેબીનેટમાં સમાવિષ્ટ કરવા માંગતા હતા, ત્યારે તેઓએ સંગઠનમાં કામ કરવા માટે અગ્રિમતા દાખવી હતી.
કોંગ્રેસનાં મુંજાલ, ગાંધી પરીવારનાં બન્યા સલાહકાર
ઈન્દિરા ગાંધી બાદ રાજીવ ગાંધીએ પણ 1984ની ચૂંટણી પછી અહેમદ પટેલને મંત્રી પદ આપવાનું ઈચ્છ્યું. પરંતુ ફરીથી અહેમદ પટેલે પાર્ટીમાં જ રહેવાનું પસંદ કર્યું. જેમાં તેઓએ યુથ કોંગ્રેસનું અલગ જ પ્રકારનું નેટવર્ક ઉભુ કર્યું. જેનો ફાયદો સોનિયા ગાંધીને મળ્યો.
સોનિયા ગાંધીનાં સલાહકાર બન્યા જેને પગલે એમનાં પર સૌ કોઈનું ધ્યાન ગયું કે કોંગ્રેસ પાર્ટીનાં સલાહકાર અહેમદ પટેલ! હા, અહેમદ પટેલને જ કારણે સોનિયા ગાંધી પાર્ટી ચલાવી શક્યા અને અહેમદ પટેલને જ કારણે રાજીવ ગાંધીની હત્યા બાદ પણ કોંગ્રેસ જીવંત રહી. નરસિમ્હારાવ સાથે સંબંધ બગાડ્યા બાદ પણ કોંગ્રેસ અડીખમ રહી.
હમણા સુધી કોંગ્રેસને ચલાવનાર રાહુલ ગાંધી અને નિર્ણય લેનાર સોનિયા ગાંધીનાં સલાહકાર અહેમદ પટેલને જ કારણે કોંગ્રેસ પાર્ટી ઉભી રહ્યી.
જ્યોતિરાજ સિંધિયાને મનાવવાની વાત હોય કે પછી સચિન પાયલટનાં વાપસી કરાવવાનું કાર્ય અહેમદ પટેલને જ આભારી રહ્યુ, અહેમદ પટેલ કોંગ્રેસને સિંચવાનું કાર્ય કરી રહેલા જેમાં નારાજ નેતાઓને પણ યોગ્ય ઉકેલ લાવી પાર્ટીમાં પ્રાણ પુરતા.
ગાંધી પરીવારનું રગે રગ જાણતા અહેમદ પટેલ સોનિયા ગાંધીનાં નિવાસ સ્થાન 10 જનપથનાં ચાણક્ય પણ ગણાતા.
મૂળમાં, જેમ પાટણનાં રાજા મૃત્યુ પામ્યા એ સાંભળી સમગ્ર પંથક શોકાતુર થઈ ગયેલો તેવો વખતે મુંજાલે જે રીતે સમગ્ર જનતાનો ભય દૂર કરી સિદ્ધરાજ જયસિંહની નાની ઉંમર હોવા છતાયે મીનળદેવીનાં રાજગાદીનો વહીવટ સંભાળી, પાટણને યોગ્ય દિશા બતાવી અને મીનળદેવીનાં પણ દિશા બતાવી એ જ રીતે કોંગ્રેસનાં મુંજાલ – અહેમદ પટેલ.
પુત્રનાં ગુણ પારણામાં
21 ઓગસ્ટ 1949માં મોહમ્મદ ઇશકજી પટેલ અને હવાબેન મોહમ્મદને ઘરે અહમદ પટેલનો જન્મ. અહેમદનાં પિતા પણ કોંગ્રેસમાં હતા. તેઓ ભરૂચનાં તાલુકા પંચાયતનાં સભ્ય હતા. અહમદ પટેલને રાજકીય કરિયર બનાવવા માટે પિતાએ ખૂબ મદદ કરેલી, પરંતુ અહેમદ પટેલનાં બાળકો રાજનીતિથી ખૂબ દૂર છે. 1976 માં તેમણે લગ્ન કર્યા અને બે બાળકો થયા. એક પુત્ર અને પુત્રી, પરંતુ બંને કોંગ્રેસ અથવા કોઈપણ પક્ષની રાજનીતિથી માઈલો દૂર છે.અહેમદ પટેલનાં સંબંધીઓ માને છે કે અહેમદનાં બાળકો કદી રાજનિતીમાં આવશે નહીં. અહેમદ પટેલને ઓળખનારા એમનાં સ્વભાવને ખૂબ જ સારી રીતે જાણે છે.સામાન્ય માણસ અને તેઓએ કદી પોતિકા સંબંધો સાથે રાજકારણથી દૂર છે. ‘ઘણા એવું પણ કહે છે કે અહેમદ હોશિયાર નહીં લાગણીવાળો હતા’
કોરોના સંક્રમણને કારણે 25 નવેમ્બરનાં રોજ એમને છેલ્લા શ્વાસ લીધા.
એ વખતે દિલ્હીમાં કોઈ નહોતું ત્યારે ગુજરાતનાં દરેક પ્રશ્નોનાં નિકાલ એ લાવતા. એમણે એમનાં મતવિસ્તાર ભરુચમાં ESIC ની હોસ્પિટલ તેમજ ભરુચનાં ઈન્ડસ્ટ્રીયલ એરીયા વિકસાવ્યો.
ગુજરાતનાં મુસ્લિમ સમુદાયને ગર્વ હશે ગુજરાતનાં પનોતા પુત્ર પર.
‘હું નેતા નથી હું કાર્યકર છું’ – અહેમદ પટેલ