BSNL ઈન્ડિયાએ લોન્ચ કર્યો ધમાકેદાર પ્લાન, 365રૂપિયમાં આખ વર્ષની વેલીડીટી સાથે મળશે 2GB ઇનેરનેટ અને અનલિમિટેડ કોલિંગ

  • BSNLએ લોન્ચ કર્યો ધમાકેદાર પ્લાન
  • 365 રૂપિયામાં આખા વર્ષની વેલેડીટી
  • સાથે મળશે દરરોજનું 2 જીબી નેટ અને અનલિમિટેડ કોલિંગ

ટેક્નોલોજી: સરકારી ટેલિકોમ કંપની ભારત સંચાર નિગમ લિમિટેડ (BSNL) દ્વારા 365 રૂપિયાની નવી પ્રી-પેઇડ રિચાર્જ પ્લાન શરૂ કરવામાં આવ્યો છે. આ રિચાર્જ પ્લાન 365 દિવસની વેલિડિટી સાથે આવે છે. મતલબ કે વપરાશકર્તાઓ દરરોજ એક રૂપિયાના ખર્ચે નિ:શુલ્ક અનલિમિટેડ કોલિંગ અને ડેટાનો આનંદ માણી શકશે.

2 જીબી ડેટાની સાથે અનલિમિટેડ કોલિંગ


બીએસએનએલ(BSNL)ના 365 રૂપિયાના રિચાર્જ પેક સાથે કોમ્બો પેક મળશે, જે અંતર્ગત તમને દરરોજ મહત્તમ 250 મિનિટનો અનલિમિટેડ કોલિંગ મળશે. ઉપરાંત, દરરોજ 2 જીબી ડેટા અને 100 એસએમએસ મળશે. કોમ્બો પેક હેઠળ કંપની દ્વારા ઓફર કરવામાં આવતી મફત સેવા 60 દિવસની માન્યતા સાથે આવે છે. આ ઓફર હેઠળ 250 મિનિટ ફ્રી વોઇસ ક કોલની મર્યાદા સમાપ્ત થયા પછી, વપરાશકર્તાઓએ બેઝ ટેરિફ પ્લાન મુજબ રિચાર્જ કરવું પડશે. આ ઓફરમાં દૈનિક 2 જીબી ડેટા ગુમાવ્યા પછી વપરાશકર્તાઓની ઇન્ટરનેટ ગતિ 80 KBPS થઈ જશે.

ક્યાં-ક્યાં રાજ્યને આ ઓફરનો લાભ મળશે?


બીએસએનએલ(BSNL)ની રૂ. 365 ની રિચાર્જ ઓફર કેરળ માટે લાગુ કરવામાં આવી છે. જ્યારે આંધ્રપ્રદેશ, આસામ, બિહાર, ઝારખંડ, ગુજરાત, હરિયાણા, હિમાચલપ્રદેશ, કર્ણાટક, પશ્ચિમ બંગાળ, ઉત્તર-પૂર્વ રાજ્ય, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, છત્તીસગ, ઓડિશા , પંજાબ, રાજસ્થાન, તમિળનાડુ, ચેન્નાઈ અને યુપીમાં પહેલેથી જ ઉપલબ્ધ છે.

Leave a Comment