ચાલ્યા જતા પ્રસંગની એકાદ ક્ષણ રહે તોપણ પૂરા પ્રસંગનું વાતાવરણ રહે. જો દ્રષ્ટિ સ્થિર થાશે તો જોઈશ ધરાઈને પણ ત્યાં સુધી એ રૂપ ઉપર આવરણ રહે. મારી ક્ષિતિજ લઈને હું ફરતો રહ્યાં કરું મર્યાદા એની એ રહે ને વિસ્તરણ રહે. મન થાય ત્યારે યાદ નિરાંતે કરું નહીં ? એ શું કે વાતવાતમાં તારું સ્મરણ રહે ! સ્વપ્નાંય બહુ તો ઓગળી ઝાકળ થઈ ગયાં જીવનમા તો પછી ‘ફના’ ક્યાંથી ઝરણ રહે ? – જવાહર બક્ષી
Author: pratyakshsamachar
કોરોનાને અઠવાડિયા સુધી થપ્પો રમાડશે ગુજરાત ,18 મે સુધી રાત્રિ કરફ્યુ
તા.12 મે થી તા.18 મે સુધી દરરોજ રાત્રે 8 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી રાત્રિ કરફ્યુ આવશ્યક ચીજ વસ્તુઓ માટેની દુકાનો ખુલ્લી રહેશે. તમામ ઉદ્યોગો, ઉત્પાદન એકમો, કારખાનાઓ અને બાંધકામ પ્રવૃત્તિઓ ચાલુ રહેશે મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટિની બેઠકમાં રાજ્યમાં કોરોના કેસોના નિયંત્રણમાં પ્રજાના સહયોગથી મળેલી સફળતા અંગે લંબાણપૂર્વક ચર્ચા-વિચારણા હાથ ધરવામાં આવી હતી. આ બેઠકમાં મુખ્યમંત્રીએ સ્પષ્ટપણે જણાવ્યું કે, રાજ્યના નાગરિકો, આરોગ્ય જગતના તબીબો સૌના સહયોગ અને સહિયારા પ્રયાસોને પરિણામે ગુજરાતે કોરોના સંક્રમણ નિયંત્રણમાં કેસોના ઘટાડાની સફળતા મેળવી છે.તેમણે આ સંદર્ભમાં ઉમેર્યુ કે, 27 એપ્રિલે રાજ્યમાં 14,500…
ગુજરાત યુનિવર્સિટીનાં પરીક્ષા પાસ વિધાર્થીઓને મળશે ડિગ્રી સર્ટિફિકેટ. ફોર્મ ભરવા માટેનાં નિયમો જાણી લો
એપ્રિલ/મે-2021 પાસ વિદ્યાર્થીઓએ ફોર્મ ભરવાનું નથી. રૂ. 260 /- ફી ઓનલાઇન ભરવાની રહેશે. ઓનલાઈન ફી ભરવાની છેલ્લી તારીખ 14 જૂન 2021 છે. ગુજરાત યુનિવર્સિટીના વિધાર્થીઓ કે જેઓએ 1950 થી 2020 સુધી નિયમિતરૂપે અભ્યાસ કર્યો છે અને જે-તે વિધાશાખામાંથી અભ્યાસ પૂર્ણ કરીને તેમણે છેલ્લા વર્ષની પરીક્ષાને પાસ કરેલ છે તેવા તમામ વિધાર્થીઓ ડિગ્રી સર્ટિફિકેટ ફોર્મ ઓનલાઈન ભરી શકશે. ગુજરાત યુનિવર્સિટીના પરિપત્ર મુજબ, આવેદનપત્ર ભરવા અંગેની માર્ગદર્શક સૂચનાઓ નીચે પ્રમાણે છે. 1. એપ્રિલ/મે-2021 પાસ થયેલ વિદ્યાશાખાના વિદ્યાર્થીઓએ પદવી પ્રમાણપત્ર માટે હાલમાં આવેદનપત્ર ભરવાનું રહેતું નથી. તેથી તેમણે હાલમાં અરજી કરવી નહિ. તેમ…
10-24 મે દરમિયાન લોકડાઉનની જાહેરાત : રાજસ્થાન સરકાર
લગ્નના કાર્યોને ૩૧ મે પછી જ મંજૂરી આપવામાં આવશે. મહત્તમ 11 લોકોની હાજરીમાં માત્ર અદાલતોમાં અથવા ઘરે જ લગ્નની મંજૂરી આપવામાં આવશે. મેરેજ ગાર્ડન, બેન્ડની એડવાન્સ બુકિંગની રકમ પાછી આપવામાં આવશે અથવા એડજસ્ટ કરવામાં આવશે. કોરોનાવાયરસના કેસોમાં ઉછાળા વચ્ચે રાજસ્થાન સરકારે ગુરુવારે રાજ્યમાં 10થી 24 મે દરમિયાન કડક લોકડાઉનની જાહેરાત કરી છે , જે અંતર્ગત લગ્ન કાર્યો, રેલીઓ તેમજ અન્ય પ્રસંગો પણ સ્થગિત કરવામાં આવ્યા છે. લગ્નના કાર્યોને 31 મે પછી જ મંજૂરી આપવામાં આવશે. સરકારે જણાવ્યું હતું કે, મેરેજ ગાર્ડન, બેન્ડ વગેરેને આપવામાં આવેલી એડવાન્સ બુકિંગની રકમ કાં તો…
નિરાધાર બનેલા બાળકોનો આધાર ચાઇલ્ડ હેલ્પ લાઇન નંબર 1098
આ હેલ્પલાઇન બાળકોના પ્રશ્નોને વાચા આપે છે. 1098 બાળ વિવાહ, બાળ મજૂરી , દુષ્કર્મ થતાં રોકે છે. નિરાધાર બનેલા બાળકોને આશ્રય સ્થાનો સુધી પહોંચાડે છે. ચાઇલ્ડ હેલ્પ લાઇન 1098 ઘણા સમયથી બાળકોને પડતી મુશ્કેલીઓ અંગે ઊભી રહે છે જેમાં બાળ વિવાહ થતાં રોકવા, બાળ મજૂરી અટકાવવી , રેલ્વે સ્ટેશને કે પછી ભૂલ પડેલા બાળકને સુરક્ષિત સ્થળે પહોંચાડવું , કોઈ બાળકને બળજબરી પૂર્વકનો કોઈપણ પ્રકારનો હઠાગ્રહ જે દુષ્કર્મમાં ન પરિણમે એ બાબતે પણ બાળકોને “સેક્સ એજ્યુકેશન’ પણ પૂરું પાડવાની ક્ષમતા ધરાવે છે , જેથી કોઈ બાળકને ” ગુડ ટચ અને બેડ…
અમદાવાદ સિવિલનાં કોરોના વૉરિયર્સને શૅફ સંજીવ કપૂર ભોજન પૂરું પાડશે
એશિયાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલ માટે મદદ સેવાભાવી દાતાના સહયોગથી કોરોના વૉરિયર્સ , તબીબો માટે સંજીવ કપૂરે કરી ત્રણ ટાઇમ ભોજનની વ્યવસ્થા કોરોના મહામારીમાં સેવાભાવી સંસ્થાઓ પ્રવર્તમાન સ્થિતિમાં મદદરૂપ થવા આગળ આવી રહી છે. નિ:સ્વાર્થપણે કોરોનાગ્રસ્ત દર્દીઓ, કોરોનાની સારવારમાં લાગેલા હોસ્પિટલ તંત્ર, કોરોના વૉરિયર્સને યથાશક્તિ મદદરૂપ બની રહી છે, ત્યારે દેશના પ્રતિષ્ઠિત શૅફ સંજીવ કપૂર પણ આ સેવાયજ્ઞમાં જોડાયા છે. તેમણે અન્ય સેવાભાવી દાતાના સહયોગથી એશિયાની સૌથી મોટી ગણાતી અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ભોજન પૂરું પાડવાનો નિર્ણય કર્યો છે. સંજીવ કપૂરે અમદાવાદ શહેરમાં 12 શૅફની નિમણૂક કરી છે. તેમણે સિવિલ હોસ્પિટલના…
મુખ્યમંત્રીએ કરુણા દાખવી : ગુજરાતના 36 શહેરોમાં વધારાના નિયંત્રણો
અગાઉ જે 8 મહાનગરો સહિત ૨૯ શહેરોમાં કોરોના કરફ્યુ હતો તે ઉપરાંત હવે વધુ 7 શહેરો ડીસા, અંકલેશ્વર, વાપી, મોડાસા, રાધનપુર, કડી અને વિસનગર સહિત કુલ 36 શહેરોમાં રાત્રિના 8 થી સવારના 6 વાગ્યા સુધી કોરોના કરફ્યુ અને વધારાના નિયંત્રણો તા. 6 મે-2021 થી તા.12 મે-2021 સુધી દરરોજ રાત્રે 8 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી રાત્રિ કરફયુનો અમલ આ શહેરોમાં કરવાનો રહેશે અનાજ-કરિયાણાની દુકાન, શાકભાજી, ફળ-ફળાદિ, મેડિકલ સ્ટોર, મિલ્ક પાર્લર, બેકરી તથા ખાદ્યપદાર્થોની દુકાનો ચાલુ રહેશે 36 શહેરોમાં તમામ ઉદ્યોગો, ઉત્પાદન એકમો, કારખાનાઓ અને બાંધકામ પ્રવૃત્તિઓ યથાવત ચાલુ રહેશે ખાનગી…
સૌરાષ્ટ્ર માટે સુવિધા, જામનગરમાં 400 ઓક્સિજનની સુવિધાવાળા બેડની હોસ્પિટલનું ઈ-લોકાર્પણ
400 બેડની ક્ષમતા બાદ વધુ 600 બેડ ક્ષમતા-ઓક્સિજન સપ્લાય વ્યવસ્થા સાથેની કોવિડ હોસ્પિટલ ઊભી કરાશે જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર સહિતના સૌરાષ્ટ્રના જિલ્લાના લોકો માટે કોરોના સંક્રમણ સારવારની મોટી સુવિધા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જામનગર ખાતે રીલાયન્સ ફાઉન્ડેશન દ્વારા તૈયાર કરાયેલી 400 ઓક્સિજનની સુવિધાવાળા બેડની હોસ્પિટલનું આજે ઈ-લોકાર્પણ ગાંધીનગરથી કર્યું હતું. મુખ્યમંત્રીએ જણાવ્યું કે, કોરોનાની બીજી લહેર વધુ વિકરાળ સાબિત થઈ રહી છે તેવા સંજોગોમાં રાજ્ય સરકાર સંક્રમણને રોકવા માટેના તમામ પગલાંઓ લઈ રહી છે. રાજ્ય સરકારે છેલ્લા દોઢ મહિનામાં બેડની સંખ્યામાં વધારો કરીને 41,000 થી 1 લાખ બેડ તેમજ 18000 થી…
સેનેટરી ઇન્સ્પેક્ટર અને લેબ ટેકનીશિયનની ભરતી. અમદાવાદ
સેનેટરી ઇન્સ્પેક્ટર ને રૂ. 40,000 ચૂકવાશે લેબ ટેકનીશિયન ને રૂ. 25,000 ચૂકવાશે ગુજરાત યુનિવર્સિટી વિસ્તારમાં DRDO નાં સહયોગથી કોરોના મહામારી નાથવા 900 બેડનું નિર્માણ કરાયું છે. આ 900 બેડની વ્યવસ્થા માટે અગાઉ પણ ભરતી કરવામાં આવેલ સાથે 5 મે નાં રોજ 1 વાગ્યા સુધી ભરતી જગ્યાને અનુરૂપ લોકોની પસંદગી કરવામાં આવશે. કોણ જઇ શકશે ? આ ભરતી પ્રક્રિયા જલ્દી કરવાની હોઇ જેમની પણ પાસે સેનેટરી ઇન્સ્પેક્ટરનાં કોર્ષ સાથે 3 વર્ષનો અનુભવ હોય એવા અરજદાર Supervisor for Hospital ward માટે ખાલી રહેલ 14 જગ્યા માટે જણાવેલ ગૂગલ ડ્રાઈવ માં ડોક્યુમેન્ટની વિગતો…
2 દિવસમાં ઓકસીજન ના આપ્યો તો ધરણાં ઉપર બેસીશ. – જીગ્નેશ મેવાણી
ઑક્સીજનની સુવિધા ન હોવાને કારણે લોકો પ્રાઇવેટ હોસ્પિટલોમાં જઇ રહ્યા છે ઑક્સીજન સાથે કોવિડ સેન્ટર તરીકે જલ્દી સુવિધા પૂરી પાડવામાં આવે વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ બનાસકાંઠા જિલ્લાના કલેકટર ને સંબોધીને વડગામના મોરિયા ગામ ખાતે આવેલ સામુદાયિક આરોગ્ય કેન્દ્ર (Community Health Centers) માં ઑક્સીજન સાથે કોવિડ સેન્ટર તરીકે જલ્દી સુવિધા પૂરી પાડવામાં આવે એવું જણાવ્યું છે. સાથે દર્શાવેલ પત્રમાં જીગ્નેશ મેવાણીએ એ પણ જણાવ્યું છે કે જો 72 કલાકમાં આ CHCને ઑક્સીજન પૂરો પાડી કોવિડ કેર સેન્ટર તરીકે ચાલુ કરવામાં ન આવ્યું તો અમોએ ધારણા ઉપર બેસવાની ફરજ પડશે વડગામના મોરિયા…