પાનખરની જિંદગી આવ તું પણ જોઈ લે તારા વગરની જિંદગી, હું વસંતોમાં જીવ્યો છું પાનખરની જિંદગી. આંખમાં આંજીને અંધાપો મરણનો આખરે, ભેટ આપું છું તને મારા વગરની જિંદગી. ધૂળનાં ઝરણાં ધસીને ઘર સુધી આવી ગયાં, કેટલી રેતાળ છે તારા નગરની જિંદગી! હું મરણને બાદ પણ જીવીશ નભની જિંદગી. તુંય જીવી જો ખુદા ધરતી ઉપરની જિંદગી. ખૂબ ઓછા શ્વાસનાં સપના વધારે છે ‘રકીબ’ આપણી તો જિંદગી પણ કરકસરની જિંદગી. -‘રકીબ’ અમદાવાદી
Author: Darshan Parmar
હવે શ્વાસમાં ટાંકણા જોતર્યા છે.
હવે શ્વાસમાં ટાંકણા જોતર્યા છે. હવે શ્વાસમાં ટાંકણા જોતર્યા છે. અમે ફૂંકથી પથ્થરો કોતર્યા છે. નહીં થાય ઉલ્લેખ તારો, તું ડર મા, સમયનાં મેં થોડા જ થર ખોતર્યા છે. અહીં એ જ ફાવી શકે છે પ્રણયમાં, અહીં જેમણે ઝાંઝવાઓ તર્યા છે. પ્રસંગો તમસની ઉદાસીના આપો, અમે આંસુના આગિયા નોતર્યા છે. -દર્શન પરમાર (‘રકીબ’ અમદાવાદી)