- અમેરિકાની યુથ સેન્સેશન ચાર્લી ડીમેલીયોના ટિકટોક પર 10 કરોડથી વધારે ફોલોઅર્સ છે
- તેણી ટિકટોકની એવી પહેલી સ્ટાર છે જેના ટિકટોક પર 10કરોડ થી વધારે ફોલોઅર્સ છે
- ડાન્સિંગ મુવ અને લીપસિંક માટે છે જાણીતી
ઇન્ટરનેશનલ: સોશ્યિલ મીડિયા પર એક્ટિવ રહેતા લોકો ટિકટોકથી સારી રીતે પરિચિત છે અને તેઓ શોર્ટ વિડિઓ મેકિંગ એપ માટે ટિકટોકને ખૂબ જ પસંદ કરતાં હોય છે. આ જ કારણે મોટા મોટા સેલિબ્રિટીઝ જ નહીં પરંતુ સામાન્ય વ્યક્તિઓ પણ તેનો ઉપયોગ કરીને સેલિબ્રિટી બની જતા હોય છે. તેવી જ અમેરિકાની એક યુથ સેન્સેશન ચાર્લી ડિમેલીયો(charli d’amelio) છે જેના ટિકટોક પર 10 કરોડથી પણ વધારે ફોલોઅર્સ છે. અને આટલા ફોલોઅર્સ ધરાવનાર તે પહેલી સેલિબ્રિટી બનીને સ્ટાર્સને પણ પાછળ પાડી ચુકી છે.
16 વર્ષીય આ કિશોરી, ચાર્લીએ દોઢ વર્ષ પહેલાં જ ટિકટોક પર પોતાનું એકાઉન્ટ બનાવ્યું હતું. તે પોતાના ડાન્સિંગ મુવ્સ અને લીપસિંક માટે ખૂબ જ પોપ્યુલર છે. ચાર્લી એ 2019માં પહેલો ટિકટોક વિડિઓ શેર કર્યો હતો અને જ્યારે 10 કરોડ ફોલોઅર્સ થયા ત્યારે પોતાની ખુશી વ્યક્ત કરતા ટ્વીટ કરીને કહ્યું કે, “10કરોડ લોકો મને સપોર્ટ કરી રહ્યા છે, સાચે જ વિશ્વાસ નથી થતો કે આ હકીકત છે.”
Congrats @charlidamelio, the first @tiktok_us creator to reach 100M followers! We're so proud of everything you've accomplished, what you've contributed to the TikTok community, and how you're continuing to use your platform to give back. https://t.co/yRMbPKftdZ pic.twitter.com/rx5nyHU3Yu
— TikTok Creators (@tiktokcreators) November 22, 2020
ચાર્લી(charli d’amelio)ના આ અચિવમેન્ટ પર તેમના ફેન્સ અને ફોલોઅર્સે પણ ખુશી વ્યક્ત કરી છે. સોશ્યલ મીડિયા પર બધા તેમને શુભેચ્છ પાઠવી રહ્યા છે. છેલ્લા એક વર્ષમાં તેમની પોપ્યુલારીટી અત્યંત ઝાડપથી વધી છે. જલ્દી જ તે પોતાની લાઈફ પર એક પુસ્તક પણ લોન્ચ કરશે જેનું ટાઇટલ : ‘Essentially Charli: The Ultimate Guide to Keeping It Real’.