NCC થી ARMY સુધીની સફર, NCC Day પર એક કેડેટની કહાની

NCC એટલે રાષ્ટ્રીય કેડેટ કોપ્સ જેની સ્થાપના ઈ.સ.1948 માં થઈ હતી અને તેનું હેડક્વાર્ટર નવી દિલ્હી ખાતે આવેલું છે. NCC નું આદર્શ વાક્ય “એકતા અને અનુશાસન” છે. શાળા અને કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ સ્વૈચ્છિક રીતે તેમાં જોડાયને તેનાથી અનુસાશન અને દેશભક્તિ માટે યુવાનોને પ્રેરીત કરી દેશ પ્રત્યે સદાવાન અને લાગણીશીલ રહે તેના માટે સ્થાપવામાં આવેલ. NCC માં ત્રણેય દળનો સમાવેશ કરવામાં આવેલ છે. આમ તેમાં આર્મી, નેવી અને એરફોર્સ લગતી વિવિધ ટ્રેનિંગનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં વિવિધ કેમ્પો દ્વારા NCC કેડેટને ડિફેન્સ પ્રત્યે પ્રેરીત કરવામાં આવે છે. NCC ની સ્થાપનાનો મુખ્ય હેતુ ભારતીય સેનાની કમી પૂરી કરવા માટે ભારતીય રક્ષા અધિનિયમ 1917 માં “યુનિવર્સિટી કોપ્સ” બનાવવામાં આવી અને 1920 માં તેનું નામ બદલી “યુનિવર્સિટી ટ્રેનિંગ કોપ્સ” (UTC) કરવામાં આવ્યું. તેનો મુખ્ય ઉદ્દેશ યુવાનોને વધુ આકર્ષિત કરવાનો હતો આમે UTC અધિકારી અને તેના કેડેટને ખાસ પ્રકારનો યુનિફોર્મ પહેરવાનો હોય છે અને તે સશસ્ત્ર દળોમાં ભારતીયકરણની દિશામાં એક મહત્વપૂર્ણ કદમ હતો. NCC 1942 માં બ્રિટિશ સરકાર દ્વારા સ્થાપિત થઈ હતી. પછી પંડિત હૈમવતી કુંજરુની અધ્યક્ષતામાં શાળા અને કોલેજના સંગઠનથી રાષ્ટ્રીય કેડેટ કોસ 15 જુલાઈ 1948 માં અસ્તિત્વમાં આવ્યુ. આમ 1965 અને 1971 ના ભારત-પાકિસ્તાન યુદ્ધમાં NCC કેડેટનો બહુ જ મહત્વનો ફાળો રહ્યો હતો. નવેમ્બર મહિનાનાં ચોથા રવિવારનાં રોજ NCC ડે મનાવવામાં આવે છે. વર્તમાન સમયે NCC ના કુલ 17 ડાયરેક્ટ્રેટ આવેલા છે.

જાટ લોકેશ

જાટ લોકેશ
AMC (આર્મી મેડીકલ કોર)
પહેલું પોસ્ટિંગ શ્રીનગર – ડિસેમ્બર 2017

મેં મારા કોલેજ કાળ દરમિયાન NCC માં એડમિશન લીધેલું કારણ કે મને નાનપણથી જ આર્મીમાં જવાનો શોખ હતો. માટે મેં કોલેજના પહેલા વર્ષના થોડાક જ દિવસમાં NCC માં એડમિશન લઈ લીધું હતું. આમ તે કોલેજના ત્રણ વર્ષની સાથે-સાથે NCC પણ કર્યું. અઠવાડિયામાં એકવાર NCC હેડક્વાટર લો ગાર્ડનમાં પરેડ કરવા જવાનું અને તેમાં પરેડની સાથે મેપ રીડિંગ, રાઇફલ વિશેના લેકચર વગેરે થિયરીકલ પણ માહિતી અમને પુરી પડતા. હું NCC ના એક વર્ષમાં ઘણી સારી પરેડ શીખી ગયો હતો અને પરેડ સારી હોવાથી સરે મારુ નામ RDC કેમ્પ માટે નામ નોંધ્યુ હતું. RDC કેમ્પ માં સિલેક્ટ થવું એ ઘણું અઘરું હતું. કારણ કે તેમાં પરેડની સાથે કલચર એક્ટિવિટી( ગ્રુપ સોન્ગ, ગ્રુપ ડાન્સ, બેલે ડાન્સ) ગાર્ડ ઓફ ઓનર, પાઈલોટિંગ વગેરે પ્રવુતિ કરવાની હોય છે. તેનાથી પણ વધારે એ છે કે તેના સિલેક્શનમાં આખા ગુજરાતમાંથી 102 જ કેડેટ લઇ જવાના હોય છે. ગુજરાતમાં મેઈન 5 ગ્રુપ આવેલ છે. તેમાં અમદાવાદ, વી.વી. નગર , રાજકોટ, અને વડોદરા. પહેલા ગુજરાતમાં NCC ના ચાર જ ગ્રુપ હતા. પણ હાલ જામનગરનો ગ્રુપનો સમાવેશ કરવામાં આવતા પાંચ ગ્રુપ છે અને તેમાંથી અંદાજે 60000 થી 85000 કેડેટમાંથી કુલ 102 જ કેડેટ દિલ્હી લઈ જવાના હોય છે હાલ આની સંખ્યા વધારેલી છે.

મેં 2014-15 માં NCC જોઈન કર્યું અને તેના બીજા વર્ષમાં RDC માં જોડાવ્યો. તેમાં ટ્રેનિંગ મેળવવા માટે ત્રણ મહિના સુધીનો સમય આપવો પડતો હોય છે. કારણ કે તેમાં 10-12 જેટલા CATC કેમ્પ કરવા પડતા હોય છે. આમ તે દરમિયાન ટ્રેનિંગ અને ઇન્ટરગ્રુપ કોમ્પીટીસન થાય છે. મારો પ્રથમ પ્રયત્ન RDC માટે અસફળ રહ્યો પણ પછી NCC ના ત્રીજા વર્ષ દરમિયાન મેં બીજી વખત પ્રયત્ન કર્યો અને એમાં હું સિલેક્ટ થયો, આમ હું 2017 ની RDC પરેડમાં ભાગ લઈ શક્યો અને ત્યાં એ મહિનો કેમ્પનો આનંદ મેળવ્યો ને ત્યાં આર્મી વિશે ઘણું બધું શીખવા મળ્યું. દિલ્હીમાં આખા ભારતમાંથી બધા જ રાજ્યના NCC કેડેટ આવેલા. ભારતમાં NCC ના ૧૭ ડાયરેકટ્રેટ છે ને બધા જ ડાયરેકટ્રેટના કેડેટ પોતાના રાજ્યને રીપ્રેઝન્ટ કરવા આવેલા ને ત્યાં અમારો કલચર એક્ટિવિટીમાં પ્રથમ નંબર આવ્યો હતો.
NCC ના ત્રણ વર્ષ પુરા કરવાથી મને આર્મીમાં જવાનો વધારે રસ જાગ્યો ને હું આવનારી આર્મીની ભરતી માટે પ્રયત્ન કરવા લાગ્યો. NCC “સી” સર્ટિફિકેટ અને RDC દિલ્હીનું સર્ટિફિકેટ હોવાથી આર્મીમાં જવું ઘણું સહેલું થઈ ગયું કારણ કે NCC “સી” સર્ટિફિકેટ થરાવતા અને RDC દિલ્હી પરેડ કરીને આવેલા કેડેટને આર્મીમાં લેખિત પરીક્ષા આપવાની હોતી નથી ફક્ત ફીઝીકલ ફિટનેશ ટેસ્ટ અને મેડિકલ જ આપવાનું હોય છે ખાસ કરીને આર્મી ક્લાર્કમાં. આમ હું આર્મીની ભરતીની તૈયારી કરવા લાગ્યો અને હું સફળ રહ્યો ને હાલ હું આર્મી AMC (આર્મી મેડિકલ કોર)માં પોતાની ફરજ બજાવી રહ્યો છું. મેં મારી આર્મીની ટ્રેનિંગ લખનઉ ખાતે પુરી કરી અને હાલ મારુ શ્રીનગર (જમ્મુ કાશ્મીર) ખાતે પોસ્ટિંગ થયુ છે. જય હિન્દ, જય ભારત.

NCC માં વિવિધ કેમ્પોનું આયોજન કરવામાં આવે છે અને તેમાંથી અમુક કેમ્પ વિશેની માહિતી નીચે પ્રમાણે છે:


RDC ( Republic Day Camp )

“RDC” એટલે રિપબ્લિક ડે કેમ્પ, આ કેમ્પમાં દરેક રાજ્યને પોતાના રાજ્યને રીપ્રેઝન્ટ કરવા માટે દિલ્હી પ્રદશન કરવા એક મહિના માટે જવાનું હોય છે. RDC કેમ્પનું આયોજન જાન્યુઆરી મહિનામાં દિલ્હી ખાતે થાય છે અને તેમાં ભારતના ૧૭ ડાયરેક્ટ્રેટ વચ્ચે કોમ્પિટિશન યોજવામાં આવે છે. NCC માં RDC સર્ટિફિકેટ એ ખુબ જ મહત્વ ધરાવે છે કારણ કે તે સર્ટિફિકેટથી આર્મીમાં ઘણી છુટછાટ મળે છે.

YEP (Youth Exchange Program )

જેમ RDC માં દરેક રાજ્યના NCC કેડેટ પોતાના રાજ્યને રિપ્રેજેન્ટ કરવા માટે દિલ્હી ખાતે ઉપસ્થિત થાય છે. તેમ ભારતને રિપ્રેજેન્ટ કરવા માટે વિદેશમાં NCC કેડેટને ભારત વતી જવાનું હોય છે. તેમાં અમુક પસંદ થયેલા NCC બેસ્ટ કેડેટને ત્યાં મોકલવામાં આવે છે. આમ તેમાં શ્રીલંકા, રશિયા, બાંગ્લાદેશ, કજાકિસ્તાન વગેરે દેશમાં ભારતને રિપ્રેજેન્ટ કરવા માટે NCC કેડેટને મોકલવામાં આવે છે. “YEP” એ એન.સી.સીનો સૌથી સર્વોચ કેમ્પ છે.

NIC ( National Integration Camp )

આ કેમ્પમાં દરેક NCC કેડેટને તેની યુનિટમાં આવતી વેકેન્સી પ્રમાણે મોકલવામાં આવે છે. તેમાં કેડેટને ટ્રેકિંગ વિશે અને કોઈ પણ પરિસ્થિતિનો સામનો કઈ રીતે કરવો વગેરે બાબતો ત્યાં શીખવવામાં આવે છે. આ કેમ્પ લેહ – લદાક, ઉતરાખંડ, કચ્છ-ભુજ વગેરે સ્થળે થતા હોય છે .

Army Attachment Camp

આ કેમ્પ દરમિયાન NCC કેડેટને આર્મી વિશેની તમામ ટ્રેનિંગ આપવામાં આવે છે. જેમાં ૧૫ દિવસ આર્મી કેન્ટોમેન્ટમાં આર્મી જવાનની સાથે રહીને ટ્રેનિંગ મેળવવાની હોય છે. ત્યાં આપણને એક આર્મી મેન જેવો એહસાસ થશે. આમ સવારે ૫ વાગ્યે જાગીને ૫ કિલોમીટર રનિંગ કરવું, લેકચર ભરવા, ફાયરિંગ કરવી, ગેમ્સ રમાડવી વગેરે એક્ટિવિટી ત્યાં કરવામાં આવે છે.

CATC (Combined Annual Training Camp)

આ કેમ્પમાં NCC કેડેટને 10 દિવસ દરમિયાન NCC ની બેઝીક ટ્રેનીંગ આપવામાં આવે છે. તેમાં પરેડ, યોગા, GK કલાસ, મેપ રીડિંગ, રાઇફલ શુટિંગ વગેરે પ્રવૃત્તિ આ કેમ્પમાં કરવામાં આવે છે.

 

NCCના 17 ડાયરેકટ્રેટના નામ નીચે પ્રમાણે છે.

1 દિલ્હી (હેડક્વાર્ટર)
2 બિહાર & ઝારખંડ
3 ગુજરાત
4 આંધ્રપ્રદેશ & તેલંગણા
5 જમ્મુ-કાશ્મીર
6 કર્ણાટક & ગોવા
7 કેરળ & લક્ષદ્વીપ
8 મહારાષ્ટ્ર
9 ઉત્તરાખંડ
10 ઉત્તરપ્રદેશ
11 ઉત્તરપૂર્વીય ક્ષેત્ર
12 ઓડિસા
13 રાજસ્થાન
14 પંજાબ, હરિયાણા, હિમાચલ & ચંડીગઢ
15 મધ્યપ્રદેશ & છત્તીસગઢ
16 સિક્કિમ & પશ્ચિમ બંગાળ
17 તમિલનાડુ, પોન્ડીચેરી & આંદામાન – નિકોબાર

 

Leave a Comment