RCB vs SRHની મેચમાં RCBનો 6 રને વિજય

  • બેંગ્લોરનાં બોલરે એક ઓવરમાં લીધી 3 વિકેટ
  • લાંબા સમય બાદ મેક્સવેલની અડધી સદી જોવા મળી

IPL: આઈપીએલ 14ની RCB vs SRHની મેચ માં RCBનો શાનદાર વિજય રહ્યો. હૈદરાબાદને 6 રનથી હરાવ્યું હતું. બેંગલોરને જીત આપાવ માટે મેક્સવેલ અને શાહબાઝ અહમદે ખૂબ મજબૂત દેખાવ કર્યો. હૈદરાબાદે બેંગલોર સામે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. તે પછી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) એ પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 8 વિકેટ આપી 149 રન બનાવ્યા. જેની સામે હૈદરાબાદની ટીમે 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવ્યા બાદ માત્ર 143 રન જ બનાવી શકી.

હૈદરાબાદ તરફથી કેપ્ટન વોર્નર સૌથી વધુ 54 રન કર્યા હતા. સાથે સાથે મનીષ પાંડેએ 38 અને રશીદ ખાને 17 રન કર્યા હતા. રિદ્ધિમાન શાહ ને 1 રનમાં આઉટ થયો અને હૈદરાબાદે પહેલી વિકેટ ગુમાવી હતી.

બોલર ઓવર   રન વિકેટ
ભુવનેશ્વર કુમાર 4 30 1
જેસન હોલ્ડર

 

4 30 3
શાહબાઝ નદીમ 4 36 1
ટી નટરાજન 4 32 1
રાશિદ ખાન

 

4 18 2

38 બોલમાં મેક્સવેલની ફિફ્ટી(અર્ધ સદી).
બેંગલુરુની વિકેટો એક બાજુથી પડી રહી હતી અને મેક્સવેલ બીજી તરફ પોતાની બેટિંગ પર પકડ જમાવીને બેઠો હતો. મેક્સવેલે 38 બોલમાં જવાબદાર ઇનિંગ રમતા તેની અડધી સદી પૂરી કરી હતી. જોકે, ઇનિંગ્સનાં છેલ્લા બોલ પર મોટો શોટ રમવા જતાં તેણે વિકેટ ગુમાવી હતી. બેંગલોર તરફથી ગ્લેન મેક્સવેલે સૌથી વધુ 59 રન બનાવ્યા હતા. 2016 પછી મેક્સવેલની આ પહેલી અર્ધ સદી છે.

બોલર ઓવર   રન વિકેટ
મોહમ્મદ સિરાજ 4 25 2
કાયલ જેમસન 3 30
વૉશિંગટન સુંદર 2 14
યુઝવેન્દ્ર ચહલ 4 29
હર્ષલ પટેલ

 

4 25 2
ડેન ક્રિશ્ચિયન 1 7
શાહબાઝ અહેમદ 2 7 3

શાહબાઝે લીધી ત્રણ વિકેટ,
17 મી ઓવરના બીજા અને ત્રીજા બોલ પર, શાહબાઝે સતત બે વિકેટ લીધી હતી. જેમાં પહેલા જોની બેરસ્ટો પછી મનીષ પાંડે અને સમાદને ઓવરનાં છેલ્લા બોલ પર ચાલતા કર્યા હતા. જોની બેરસ્ટો 12 રન બનાવીને આઉટ થયો હતો. તેમના પછીની બોલ પર મનિષ પાંડે 39 બોલમાં 38 રન બનાવી આઉટ થયો હતો. તે પછી અબ્દુલ સમાદને પણ છેલ્લી બોલ પર આઉટ કર્યો. આજે હર્ષલ પટેલે પણ પોતાની બોલીને ગઈ મેચ જેવીજ મજબૂત રાખી હતી. તેણે આજની મેચમાં પણ 2 વિકેટ લીધી હતી.
શાહબાઝને આઈપીએલ 2020ની હરાજીમાં આરસીબી દ્વારા ઉમેરવામાં આવ્યો હતો. તેણે આ સિઝનમાં તેની શરૂઆત કરી હતી. આરસીબીએ શાહબાઝને 30 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો. તેણે આઈપીએલ 2020ની સીઝનમાં 2 મેચ રમી હતી. શાહબાજે તે સીઝનમાં 2 વિકેટ લીધી હતી. આઈપીએલ 14ની આ સીઝનમાં (2021) શાહબાઝે અત્યાર સુધી 2 મેચ રમી છે અને 3 વિકેટ લીધી છે. સનરાઇઝર્સ સામેની આ મેચમાં તેણે ત્રીજા નંબરે બેટિંગ પણ કરી હતી. તેણે 10 બોલમાં 14 રન બનાવ્યા હતા.

એમ.એ ચિદમ્બરમ સ્ટેડિયમમાં હૈદરાબાદનો રેકોર્ડ ખરાબ રહ્યો છે.

ચેન્નઈનાં એમ.એ ચિદમ્બરમ સ્ટેડિયમમાં છેલ્લી 5 મેચમાં હૈદરાબાદનો પરાજય થયો છે. આંકડા અનુસાર અહીં રમાયેલી મેચમાંથી હૈદરાબાદને ચેન્નાઈ સુપર કિંગ્સએ ત્રણ વખત, એક વખત કેકેઆરએ અને એક વખત બેંગલુરુએ (આજે) પરાજય આપ્યો છે.

સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) પ્લેઇંગ ઇલેવન :-
ડેવિડ વોર્નર (કેપ્ટન)
રિદ્ધિમાન સાહા
મનીષ પાંડે
જોની બેરસ્ટો
વિજય શંકર
જેસન હોલ્ડર
અબ્દુલ સમાદ
રશીદ ખાન
ભુવનેશ્વર કુમાર
શાહબાઝ નદીમ
ટી નટરાજન

રોયલ ચેલેન્જર્સ (RCB) પ્લેઇંગ ઇલેવન:-
વિરાટ કોહલી (કેપ્ટન)
દેવદત્ત પદિકલ
શાહબાઝ અહેમદ
એબી ડી વિલિયર્સ
ગ્લેન મેક્સવેલ
ડેન ક્રિશ્ચિયન
વોશિંગ્ટન સુંદર
હર્ષલ પટેલ
કાયલ જેમ્સન
મોહમ્મદ સિરાજ
યુઝવેન્દ્ર ચહલ

Related posts

Leave a Comment