મનોરંજન: કંગના રાનાઉત અને તાપ્સી પન્નુની સોશિયલ મીડિયા પર ઘણી વાર તીખી નોક ઝોક થતી હોય છે. બંનેએ એકબીજા પર કટાક્ષ કરતી પોસ્ટ પર મૂકતા હોય છે. પરંતુ આ વખતે તાપ્સીએ કંગના માટે કંઈક એવું કહ્યું છે જેનો જવાબ પંગા ગર્લને આપવો પડ્યો હતો. હકીકતમાં તાપસી પન્નુને તાજેતરમાં ફિલ્મ થપ્પડ માટે બેસ્ટ એક્ટ્રેસનો ફિલ્મફેર એવોર્ડ મળ્યો છે.
શ્રેષ્ઠ અભિનેત્રીનો ફિલ્મફેર એવોર્ડ મેળવ્યા પછી તાપ્સી પન્નુએ સ્ટેજ પર એક ભાષણ આપ્યું હતું અને કેટલાક લોકોનો આભાર વ્યક્ત કર્યો હતો. આ સૂચિમાં તેણે દીપિકા પાદુકોણ, જ્હન્વી કપૂર, વિદ્યા બાલન સાથે કંગના રાનાઉતનું નામ લીધું અને આભાર માન્યો. ખરેખર આ બધા આ એવોર્ડના નોમિનેટ હતા.
View this post on Instagram
એવોર્ડ સમારંભની આ સ્પીચનો વીડિયો વાયરલ થયા પછી જ્યારે કંગનાએ તે જોયું, ત્યારે તેણે તરત જ તાપસીને જવાબ આપ્યો. કંગનાએ લખ્યું હતું- “આભાર તાપ્સી, તમે વિમલ એલચીની ફિલ્મફેર એવોર્ડ માટે હકદાર છો”. તમારા કરતાં વધુ કોઈ તેના લાયક નથી. કંગનાનું આ ટ્વીટ ઘણું વાયરલ થઈ રહ્યું છે.
Thank you @taapsee well deserved Vimal elaichi filmfare award…. no one deserves it more than you 🙏
— Kangana Ranaut (@KanganaTeam) April 9, 2021
આ ઉપરાંત, કંગના રાનાઉતની ફિલ્મ ‘થલાઇવી’ નું રિલીઝ અનિશ્ચિત સમય માટે મુલતવી રાખવામાં આવ્યું છે. આ સંદર્ભે જારી કરવામાં આવેલી માહિતીમાં જણાવાયું છે કે ફિલ્મ ‘થલાઇવી’ બહુભાષીય ફિલ્મ છે અને તે 23 એપ્રિલે બધી ભાષાઓમાં રિલીઝ થવા માટે તૈયાર છે. જો કે, વર્તમાન પરિસ્થિતિ જોતાં, તે બધી ભાષાઓમાં એક સાથે પ્રકાશિત કરવું શક્ય નથી.
બોલિવૂડ એક્ટ્રેસ કંગના રાનાઉત તેની સ્પષ્ટતા માટે જાણીતી છે. અભિનેત્રી સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. વખતો વખત કંગના દેશના ઘણા મુદ્દાઓથી લઈને બોલિવૂડમાં પણ પોતાનો અભિપ્રાય આપતી જોવા મળે છે. ભૂતકાળમાં, કંગનાએ કહેવાતા ‘મૂવી માફિયાઓ’ પર નિશાન સાધ્યું હતું. તેણે કહ્યું હતું કે કેવી રીતે મોટા સ્ટાર્સ મૂવી માફિયાથી ડરતા હોય છે અને તેમની પ્રશંસા કરવા માટે ગુપ્ત કોલ્સનો આશરો લે છે.