ગુજરાત યુનિવર્સિટીના ભાષા ભવનમાં કાર્યરત કર્મઠ, ઉત્સાહી અને મૃદુભાષી, પૂર્વ મંત્રી જનરલ એમ્પ્લોઈ યુનિયન, GUSSRC ના કારોબારી સદસ્ય એવા કર્મચારીશ્રી રાજેશભાઇ શાહ આજે સવારે 6.15 કલાકે તેમણે અંતિમ શ્વાસ લીધા.
તેઓને 10 દિવસ પહેલા શરદી-ઉધરસ ની તકલીફ થઈ હતી.કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવતા શૈલયા હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. ઓક્સિજન ઓછો પડતા ગઈકાલે સાબરમતી – તપોવન સર્કલ વચ્ચે આવતી SMS હોસ્પિટલમાં સારવાર માટે જતા રસ્તામાં જ થોડી સમસ્યા થઇ. SMS હોસ્પિટલમાં પહોંચ્યા પછી વેન્ટિલેટર પર રાખ્યા હોવા છતાં પણ તેમનું શરીરે સાથ આપ્યું નહોતુ.
તેમના પરિવારમાં તેમના પત્ની સોનલબેન દીકરી મૈત્રી (થોડા મહિના પૂર્વે જ જેના લગ્ન કર્યા હતા) અને દીકરો જૈનમ છે.