- ગુજરાતમાં 3 કે 4 દિવસનું લોકડાઉન કરવા ગુજરાત હાઇકોર્ટેનો નિર્દેશ
- સપ્તાહનાં અંતે કરફ્યુ નાખીને કોરોનાની વકરતી સ્થિતિ પર નિયંત્રણ કરો: ગુજરાત હાઈકોર્ટ
ગુજરાત: ગુજરાતમાં કોરોનાનાં કેસ દિવસેને દિવસે વધી રહ્યા છે. ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારને નિર્દેશ કર્યો છે કે, ગુજરાતમાં 3-4 દિવસનુ લોકડાઉન કરો અને હાલમાં વધી રહેલા કેસ પર કાબૂ કરો. ગુજરાત હાઈકોર્ટે રાજ્યમાં રોજબરોજ કોરોનાનાં કેસની સંખ્યા વધતી જોઈને નિર્દેશ કર્યો છે. ગુજરાતમાં કોરોનાનાં કેસની સંખ્યાને નિયંત્રણમાં લેવા માટે લોકડાઉન જ એક ઉપાય હોવાથી, ગુજરાતમાં 3-4 દિવસનું મીની લોકડાઉન કરીને કેસને નિયંત્રણમાં લેવા કહ્યું છે. શક્ય હોય તો સપ્તાહના અંતે કરફ્યુ પણ લગાવવા માટે ગુજરાત હાઈકોર્ટે સરકારને નિર્દેશ કર્યો છે.
ગુજરાત હાઈકોર્ટનાં ચીફ જસ્ટીસ વિક્રમ નાથ અને જસ્ટીસ ભાર્ગવ કારીયાની ખંડપીઠે આજે ગુજરાત સરકારને કોરોના સંદર્ભે નિર્દેશ કર્યો છે. હાલની કોરોનાની બીજી લહેરની સ્થિતિને કાબુમાં લઈને લોકોમાં કોરોનાનું સંક્રમણ વધતુ અટકાવવા માટે ગુજરાત હાઈકોર્ટે અન્ય પણ કેટલાક નિર્દેશ ગુજરાત સરકારને કર્યા છે. જેમાં જરૂર પડે સપ્તાહના અંતે કરફ્યુ લાદવા પણ હાઈકોર્ટે રાજ્ય સરકારને કહ્યું છે.
આ સ્થિતિમાં રાજકીય અને સામાજીક કાર્યક્રમો સંદતર બંધ કરવા પણ નિર્દેશ કરાયો છે. કોરોનાને કાબુમાં લેવા માટે કેન્દ્રીય ગૃહ વિભાગે અને આરોગ્ય વિભાગે જાહેર કરેલ માર્ગદર્શિકાઓ તેમજ એસઓપીનું કડકાઈથી પાલન કરવા પણ ગુજરાત સરકારને હાઈકોર્ટે નિર્દેશ કર્યો છે.