- ચામુંડા માતાજીનાં મંદિર સુધી ‘રોપ વે’
- મોટી ઉંમરનાં લાખો ભક્તો માતાજીનાં દર્શન શક્ય બનશે
ગુજરાત: ચોટીલા ડુંગર ઉપર આવેલા ચામુંડા માતાજીનાં મંદિર સુધી ‘રોપ વે’ નાંખવાની જાહેરાત મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે કરી છે. આ ‘રોપ વે’ શરૂ થતાં મોટી ઉંમરનાં લાખો ભક્તો હવે ડુંગરની ટોચ ઉપર આવેલા મંદિરની યાત્રા કરી શકશે. અંબાજીમાં ગબ્બર અને પાવાગઢમાં રોપ-વે ઘણા સમયથી ચાલે છે હવે તેમાં ચોટીલા ડુંગરનો ઉમેરો થશે. ગિરનાર પર્વત ઉપર આવેલી અંબાજી સુધી હમણા જ રોપ વે સેવ શરૂ કરવામાં આવી છે.
આમ ગુજરાતમાં ઊંચાઈએ આવેલા તમામ આરાધના અને ભક્તિનાં સ્થળની યાત્રા હવે રોપ-વે મારફતે સુલભ બનશે.