સ્પોર્ટ્સ: પટિયાલામાં રાષ્ટ્રીય રમત સંસ્થા (NSI) માં વિવિધ રમત સ્પર્ધા માં ભાગ લેવા આવેલા 380 ખેલાડી અને અધિકારીઓ માંથી 26 જેટલા લોકો ને COVID-19 પરીક્ષણમાં કોરોના પોઝિટિવ આવ્યા.
જોકે આ સ્પર્ધામાં ભાગ લેનાર ખેલાડીઓ માંથી અમુક ખેલાડીઓ આવનારી ઓલમ્પિક માટે ટોક્યો જવાના છે. પરંતુ પોઝિટિવ આવેલા ખેલાડી કે અધિકારી માંથી ઓલમ્પિકમાં ભાગ લેનાર કોઈ નથી. ભારતીય પુરુષ બોકસીગના કોચ સીએ કુટપ્પા અને શોટ પૂટનાં કોચ મોહિન્દર સિંહ ઢિલ્લો નો પણ સમાવેશ થાય છે. સાથે સાથે એશિયા રજતચંદ્રક વિજેતા દીપક કુમાર અને સુવર્ણચંદ્રક વિજેતા સંજીતનો સમાવેશ થાય છે.