- જામખંભાળીયામાં નિશા ગોંડલિયા ઉપર થયેલા ફાયરિંગ મામલે મોટો ખુલાસો સામે આવ્યો
- નિશા ગોંડલિયાએ જાતે જ ફાયરિંગ કરાવી હોવાનું સામે આવ્યું છે
ગુજરાત: નિશા ગોંડલિયા ફાયરિંગ કેસ મામલે ATSએ મોટી કાર્યવાહી કરી છે અને બે આરોપીની સંડોવણી હતી તેમની ધરપકડ કરવામાં આવી છે. ATSની તપાસમાં મોટો ઘટસ્ફોટ સામે આવ્યો છે કે, નિશાએ જ કાવતરું ઘડીને જયેશ પટેલ અને યક્ષાપલ જાડેજાને ફસાવવા માટે પોતાના પર જ ફાયરિંગ કરાવ્યું હતું.
ફાયરિંગનો આક્ષેપ જયેશ પટેલ પર લગાવ્યો હતો. વર્ષ 2019માં એક કેસમાં નિશાને સાક્ષી માટે હટી જવા માટે જયેશ પટેલ દબાણ કરી રહયો છે તેના માટે ફાયરિંગ કરાવ્યું છે તેવી ફરિયાદ નિશા દ્વારા કરવામાં આવી હતી. જે બાદ આ આખા કેસની તપાસ કરવામાં આવી હતી અને તે બાદ મોટો ખુલાસો સામે આવ્યો છે કે નિશા ગોંડલિયા અને તેમના મિત્રએ મળીને કાવતરું ઘડ્યું હતું.
ફાયરિંગ કેસમાં મુકેશ સિંધી અને અયુબ નામના આરોપીની ધરપકડ. આ કાવતરામાં જામનગરનાં માથાભારે શખ્સ મુકેશ સિંધીને સામેલ કરવામાં આવ્યો હતો. નોંધનીય છે કે અગાઉ પણ બીટકોઈન કૌભાંડમાં પણ નિશા ગોંડલિયા ચર્ચામાં આવ્યા હતા. નિશા ગોંડલિયા પર ફાયરિંગ કરવામાં આવી હોવાની ફરિયાદ આ સમગ્ર તપાસ કરવામાં આવી હતી અને હવે નિશા તથા તેનો મિત્ર બંને ફરાર ચાલી રહ્યા છે. ગુજરાત ATS આ મુદ્દે તપાસ આગળ વધારી રહી છે.