SpaceXનાં સ્ટારશીપ રોકેટમાં બ્લાસ્ટ, લેન્ડિંગ દરમિયાન રોકેટ બની ગયું ફાયરબોલ

SpaceX મંગળ પર જવાનાં પ્રયાસો કરી રહ્યું છે

SpaceXએ સ્ટારશીપનું ટ્રાઇલ કર્યું હતું, લેંડિંગ સમયે થયો હતો બ્લાસ્ટ

ઇન્ટરનેશનલ: મંગળ મિશન પર જવાની તૈયારી કરી રહેલા સ્પેસએક્સને આંચકો લાગ્યો જ્યારે તેના સ્ટારશીપ રોકેટ (Starship)નો પ્રોટોટાઇપ પરીક્ષણ દરમિયાન બ્લાસ્ટ કરી ગયો. ટેક્સાસના દરિયાકાંઠે એક પરીક્ષણ પ્રક્ષેપણ દરમિયાન બુધવારે SpaceXનો સ્ટારશીપ રોકેટમાં બ્લાસ્ટ થયો હતો. કંપનીને આશા છે કે આ રોકેટ તેને મંગળ પર લઈ જશે. જો કે રોકેટ વિસ્ફોટ છતાં કંપનીએ આ પરીક્ષણને સકસેસફૂલ ગણાવ્યું છે અને સ્ટારશીપ ટીમને અભિનંદન આપ્યા છે.

સ્પેસએક્સનાં સ્થાપક એલોન મસ્કે લોંચની થોડી મિનિટો પછી ટ્વિટ કરીને કહ્યું, “મંગળ, અમે આવી રહ્યા છીએ !!” જોકે, તેમણે સ્પષ્ટતા કરી હતી કે રોકેટ ખૂબ ઝડપથી ઉતરી રહ્યું હયું, જેના કારણે વિસ્ફોટ થયો હતો.

એલોન મસ્કે રોકેટ પ્રક્ષેપણનાં સફળ ભાગોને યાદ કરતાં કહ્યું કે સ્ટારશીપે ટેક ઓફ કર્યું અને ફ્લાઇટ દરમિયાન તેને પોતાની સ્થિતિ બદલી અને વિસ્ફોટ પહેલા તેની લેંડિંગની જગ્યાનાં ચોક્કસ માર્ગને ટાર્ગેટ કર્યો હતો પરંતુ બ્લાસ્ટ કરી ગયું. મસ્કે નિવેદન આપ્યું છે કે, “અમને જરૂરી બધા આંકડા મળી ગયા છે.”

બુધવારે સ્ટારશીપ યોગ્ય સમયે ટેક ઓફ કર્યું અને પ્રથમ અને બીજા એન્જિન શરૂ થતાં સીધા ઉપર તરફ ગયુ હતું 4 મિનિટ અને 45 સેકંડની ફ્લાઇટ પછી, રોકેટનું ત્રીજું એન્જિન શરૂ થયું અને રોકેટ તેની ઇચ્છિત સ્થિતિ તરફ આગળ વધ્યું હતું. રોકેટની ગતિ ધીમી કરવા ઉતરાણ કરતા પહેલાં એન્જિન ફરીથી ચાલુ કરવામાં આવ્યું હતું. જો કે, તે સમયે ક્રેશ થઈને જમીન પર પછડાયું હતું.

Related posts

Leave a Comment