કોણે કરી શગુફતા અલીની આર્થિક મદદ…?

મનોરંજન: શગુફતા અલીને ડાન્સ દીવાના 3 ટીમની તરફથી માધુરી દીક્ષિત પાસેથી 5 લાખનો ચેક મળ્યો. તેમની તબિયત ખરાબ હોવાને કારણે અને કોઈ કામ ન હોવાને કારણે તેઓ આર્થિક સ્થિતિ સામે ઝઝૂમી રહ્યા હતા. એવામાં તેમને આ મદદ ડાન્સ દીવાને 3 ની ટીમ તરફથી મળતા તેઓ ભાવુક થઈ ગયા હતા. ઇન્સ્ટાગ્રામ પર કલર્સ ટીવીએ ડાન્સ દીવાને 3 નો એક એપિસોડનો પ્રોમો અપલોડ કર્યો છે, જેમાં શગુફતા અલી જોવા મળે છે. તેમાં શગુફતા પોતાની તકલીફ વર્ણવી રહ્યા છે. છેલ્લાં કેટલાંક વર્ષોમાં તેમણે જે સંઘર્ષનો સામનો કર્યો તેના વિશે બોલતા નજર આવે છે/…

ધોરણ 12 અને પોલિટેક્નિક કોલેજોને મળી ઓફલાઇન વર્ગોની મંજૂરી

ગુજરાત: 15 જુલાઈ 2021થી ધોરણ 12 અને પોલિટેકનિક કોલેજોને 50% સંખ્યા સાથે ઓફલાઇન શિક્ષણ કરી શરૂ કરવા માટે મળી મંજૂરી. હાલની પરિસ્થિતિને ધ્યાને લઈને વિદ્યાર્થિની હાજરી મરજિયાત રાખવામાં આવી છે. જે વિદ્યાર્થીઓને ઓફલાઇન ક્લાસ ભરવાના હોય તેવા વિદ્યાર્થીના વાલીઓની લેખિત મંજૂરી ફરજિયાત રીતે લેવામાં આવશે. હાજરી દરમિયાન વિદ્યાર્થીઓએ SOPનું ચુસ્ત પણે પાલન કરવાનું રહશે. સોશિયલ ડિસટેન્સ તેમજ હાથ ધોવા માટેની પૂરતી સગવડ સંસ્થાએ કરવાની રહશે . કોર કમિટીની બેઠકમાં શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા,મુખ્યમંત્રીના સચિવ અશ્વિની કુમાર, ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજ કુમાર, શિક્ષણ અગ્ર સચિવ એસ. જે. હૈદર, મુખ્ય સચિવ…

માતાને મોતને ઘાટ ઉતારી તેનાં અંગને કોળિયો કરનાર આરોપીને મળી મોતની સજા

પોતાની સગી માને મારી તેનાં હૃદય, કિડની અને આંતરડાંને ખાધાં દારૂ પીવાનાં પૈસા ના મળવાના કારણે માણસ બન્યો દાનવ નેશનલ: પોતાની માતાની નિર્દયી રીતે હત્યા કરીને તેનાં હૃદય, કિડની અને આંતરડાં કાઢીને કોળિયો કરી જનાર આરોપીને કોર્ટે ફાંસીની સજા આપી છે. આરોપીને સજા આપતા સમયે ડિસ્ટ્રિક્ટ કોર્ટના મહેશ જાધવે કહ્યું હતું કે તેમણે આવી વિકૃત હરકત કદી જોઈ નથી, તેથી આરોપીને કડક સજા આપવી જોઈએ. 35 વર્ષનો સુનીલ કુચિકોરવી ઘટના સમયથી જ જેલમાં બંધ છે. આરોપી પાસે ફાંસીની સજાથી બચવા અનેક વિકલ્પો છે. કોલ્હાપુરમાં આ ઘટના 28 ઓગસ્ટ 2017માં થઈ…