૨૦૨૦નાં લેખા-જોખા અને ૨૦૨૧ની નવી આશાઓ

૨૦૨૦નાં લેખા-જોખા અને ૨૦૨૧ની નવી આશાઓ એકવીસમી સદીની શરૂઆત એકદમ ઝડપી વિકાસની સદીની શરૂઆત છે. આ સદીમાં થયેલી અમુક શોધોએ પુરા વિશ્વનો તખ્તો પલટાવી નાખ્યો. પરંતુ સદીની શરૂઆતમાં જ કોરોના જેવી મહામારી આપણાં બારણે ટકોરા મારતી ઉભી રહી. સ્વપ્ને પણ વિચાર ન કર્યો હોય એવી સ્થિતિ આવી પડતાં સમગ્ર વિશ્વમાં અસંતુલન સર્જાયુ. અલ્પવિકસિત રાષ્ટ્રોથી માંડીને વિકાસશીલ રાષ્ટ્રો અને વિકસિત રાષ્ટ્રો કોરોના મહામારી સામે લાચાર થઈ ગયા. ડિસેમ્બર, ૨૦૧૯માં ચીનનાં વુહાન પ્રાંતમાંથી ઉદ્ભવેલા કોરોના વાયરસને એક વર્ષ પુરું થાય એ પહેલાં જ વિશ્વનાં ૨૦૦થી પણ વધુ દેશોમાં ફેલાઈને પુરી દુનિયાને એનાં…

રાજચરાડી ગામમાં કપાસ ભરવા માટે આવેલી ગાડીમાં આગ લાગી

વીજળીનાં તાર ભેગા થવાથી ભીષણ તણખા થયા બાદ તણખા કપાસની ગાડીમાં પડ્યા હતા સ્થાનિકોનાં જણાવ્યા મુજબ ગાડીમાં આગનાં કારણે અંદાજે રૂ.35-40 હજારનું નુકસાન થયું છે ગુજરાત: ધ્રાંગધ્રા તાલુકાનાં રાજચરાડી ગામમાં કપાસ ભરવા માટે આવેલી ગાડીમાં આગ લાગી હતી. ગાડીમાં પહેલાથી જ કપાસ અડધાથી ઉપર હાલત ભરેલો હતો. ગાડી ગામનાં મુખ્ય રસ્તેથી ગામમાં જઈ રહી હતી. આ દરમિયાન લુહારની કોળ પાસેનાં રસ્તાની બાજુમાં આવેલા વીજળીનાં થાંભલાનાં તાર સાથે ગાડી ઉપરથી અડી ગઈ હતી. જેથી વીજળીનાં તાર ભેગા થવાથી ભીષણ તણખા થયા હતા. જેના કારણે ગાડીમાં ભરેલા કપાસ પર આ તણખા પડતા…

ઈકબાલગઢમાં બાઈકનાં પૈસાની લેણદેણ બાબતે વેપારી પર તલવાર વડે હુમલો

ઇકબાલગઢમાં નજીવી બાબતે યુવકે વેપારી પર તલવાર વડે હુમલો  ઇકબાલગઢનાં વેપારી પર એક અજાણ્યા શખ્સે તલવાર વડે કર્યો હુમલો ગુજરાત: અમીરગઢ તાલુકાનાં વેપારની દ્રષ્ટીએ હરણફાળ ભરી રહેલી ઇકબાલગઢની મુખ્ય બજારમાં એક બાઇકનાં પૈસાની લેવડ-દેવડ મામલે બોલાચાલી થઈ હતી. તેમાં ઉશ્કેરાઈ ગયેલ યુવકે દુકાનમાં તલવાર વડે હુમલો કરવા ઘસી આવ્યો હતો. ત્યારે અન્ય વેપારીઓ અને ગ્રાહકોએ હુમલો કરનારને સમજાવી પાછો મોકલ્યો હતો. પરંતુ વેપારી આલમમાં એના ઘેરા પ્રત્યાઘાતો પડયા હતા. સમગ્ર વેપારીઓ એકઠા થઈ બઝાર બંધ કરી દેતા મામલો ગંભીર બન્યો હતો. જેથી સ્થાનિક પોલીસ તાત્કાલિક દોડી આવી હતી. ત્યારબાદ ઝઘડાને…

અમીરગઢ તાલુકાનાં ઈકબાલગઢ મુકામે સ્મશાનમાં ત્યજેલું ભ્રુણ મળી મળી આવતા ચકચાર

ઈકબાલગઢનાં સ્મશાનમાં કોઈએ પોતાનું પાપ છુપાવવા માટે ભ્રુણ ને સ્મશાન માં ત્યજી દીધું હતુ તંત્ર દ્રારા તપાસ હાથ ધરતા સમગ્ર ઘટના ચકચાર બની છે ગુજરાત: અમીરગઢ તાલુકાનાં વેપારી મથક તરીકે ગણાતા ઈકબાલગઢ મુકામે સ્મશાનમાં કોઈ નરાધમ દ્રારા ભ્રુણ હત્યા કરી અથવા કરાવીને ભ્રુણને સ્મશાનમાં ત્યજી દીધેલ હાલતમાં મળી આવ્યું હતું. પરંતુ આ ઘટનાને લોકો દ્રારા વધુ વેગ મળતા તંત્ર દ્રારા દફનાવેલ ભ્રુણને પાછું બહાર નીકળતા ચકચાર બની ગયેલ છે. મળતી માહિતી પ્રમાણે વિગત એવી છે કે, ઇકબાલગઢમાં કોઈ મોત નિપજેલ હોઈ તેના પરિવારજનો તેની અંતિમ ક્રિયા માટે સ્મશાનમાં ગયા હતા.…

અમીરગઢ ચેકપોસ્ટ પર ગેરકાયદેસર ભેંસોની હેરફેર કરતા ત્રણ આઈસર પકડાયા

પોલીસે ગેરકાયદેસર ભેંસોની હેરફેર કરતાં આઠ ઈસમની અટકાયત બાદ કરી FIR ભેંસોને કોઈ ઘાસચારા કે પાણીની વ્યવસ્થા વગર કુરતાપૂર્વક બાંધીને હેરફેર કરાતી હતી ગુજરાત: ગત રવિવારે અમીરગઢ પોલીસ સ્ટેશન સ્ટાફનાં માણસો અમીરગઢ બોર્ડર ચેકપોસ્ટ ઉપર વાહનનું ચેકીંગ કરી રહ્યા હતા. આ દરમિયાન પાલનપુર તરફથી આવતી એક આઈસર ગાડી પર પોલીસને શંકા થતા તેને રોકવામાં આવી હતી. ગાડીમાં તપાસ કરતા તેમાં ખીચોખીચ હાલતમાં ભેંસો જોવા મળી હતી. તેથી પોલીસ દ્વારા આઈસર ચાલક પાસેથી તેનું પાસ-પરમીટ માંગતા ન હોવાનું જાણવા મળ્યું હતું. આઈસરમાં ખીચોખીચ હાલતમાં 14 ભેંસોને દોરડા વળે બાંધીને રાખવામાં આવી…

Online શિક્ષણમાં વધુમાં વધુ બાળકો જોડાઇ અને શિક્ષણ મેળવી શકે તે માટે નવતર પ્રયોગ

અમીરગઢની પગાર કેન્દ્ર શાળા દ્વારા કરાયો નવતર પ્રયોગ Microsoft Teamsની મદદથી બાળકોને આપી રહ્યાં છે શિક્ષણ બાળકોને પ્રોત્સાહિત કરવા આપવામાં આવ્યા પ્રોત્સાહિત ઇનામો ગુજરાત: સરકારની ગાઇડલાઇન પ્રમાણે ઓનલાઇન શિક્ષણ બાળકોને આપવાની સૂચના છે. માટે અત્યારે covid-19ની સમસ્યામાં બાળકોને સારું શિક્ષણ મળે તે માટે અમીરગઢ વિસ્તારમાં જે બાળકો પાસે સ્માર્ટ મોબાઈલ હોય એવા તમામ બાળકોને મોબાઇલમાં Teams ડાઉનલોડ કરાવીને શિક્ષકો દ્વારા સારું શિક્ષણ પ્રદાન કરવામાં આવી રહ્યું છે. Virtual class થકી બાળકોને કેવી રીતે સઘન શૈક્ષણિક કાર્ય થાય તેવા Virtual ક્લાસમાં બાળકો શિક્ષણથી વંચિત ન રહે તે માટે અને ઉત્સાહિત મનથી…