BSNLએ લોન્ચ કર્યો ધમાકેદાર પ્લાન 365 રૂપિયામાં આખા વર્ષની વેલેડીટી સાથે મળશે દરરોજનું 2 જીબી નેટ અને અનલિમિટેડ કોલિંગ ટેક્નોલોજી: સરકારી ટેલિકોમ કંપની ભારત સંચાર નિગમ લિમિટેડ (BSNL) દ્વારા 365 રૂપિયાની નવી પ્રી-પેઇડ રિચાર્જ પ્લાન શરૂ કરવામાં આવ્યો છે. આ રિચાર્જ પ્લાન 365 દિવસની વેલિડિટી સાથે આવે છે. મતલબ કે વપરાશકર્તાઓ દરરોજ એક રૂપિયાના ખર્ચે નિ:શુલ્ક અનલિમિટેડ કોલિંગ અને ડેટાનો આનંદ માણી શકશે. 2 જીબી ડેટાની સાથે અનલિમિટેડ કોલિંગ બીએસએનએલ(BSNL)ના 365 રૂપિયાના રિચાર્જ પેક સાથે કોમ્બો પેક મળશે, જે અંતર્ગત તમને દરરોજ મહત્તમ 250 મિનિટનો અનલિમિટેડ કોલિંગ મળશે. ઉપરાંત, દરરોજ…
Month: November 2020
હવે શ્વાસમાં ટાંકણા જોતર્યા છે.
હવે શ્વાસમાં ટાંકણા જોતર્યા છે. હવે શ્વાસમાં ટાંકણા જોતર્યા છે. અમે ફૂંકથી પથ્થરો કોતર્યા છે. નહીં થાય ઉલ્લેખ તારો, તું ડર મા, સમયનાં મેં થોડા જ થર ખોતર્યા છે. અહીં એ જ ફાવી શકે છે પ્રણયમાં, અહીં જેમણે ઝાંઝવાઓ તર્યા છે. પ્રસંગો તમસની ઉદાસીના આપો, અમે આંસુના આગિયા નોતર્યા છે. -દર્શન પરમાર (‘રકીબ’ અમદાવાદી)
વિશ્વ ભરમાં કોરોના વાઇરસ સંક્રમણના સેકન્ડ વેવની આશંકા, ફ્રાંસ બાદ હવે બ્રીટનમા પણ લોકડાઉન જાહેર કરાયું
“હવે પગલાં ભરવાનો સમય આવી ગયો છે, આ સિવાય અન્ય કોઈ વિકલ્પ નથી”- બોરિસ જોનસન બ્રિટેનમાં ફરી લોકડાઉન લાગુ કરવામાં આવ્યું કોરોનાના સંક્રમણમાં વધારો થતાં આ નિર્ણય લેવાયો આ લોકડાઉન 4 અઠવાડીયા સુધી લાગુ રાખવામા આવશે ઇન્ટરનેશનલ: બ્રિટનમાં કોવિડ -19 ના કેસોમાં થયેલા વધારાને ધ્યાનમાં રાખીને વડા પ્રધાન બોરીસ જોનસનને શનિવારે ઘોષણા કરી હતી કે દેશમાં એક મહિના એટલે કે 4 અઠવાડિયા માટે લોકડાઉન -2 લાગુ કરવામાં આવશે. ગુરુવારથી પ્રતિબંધના નવા નિયમો લાગુ કરવાની તૈયારી ચાલી રહી છે. આ નિયમો હેઠળ લોકોને ઘરે જ રહેવું પડે છે. જો કે, કેટલાક…