હવે શ્વાસમાં ટાંકણા જોતર્યા છે.

હવે શ્વાસમાં ટાંકણા જોતર્યા છે. હવે શ્વાસમાં ટાંકણા જોતર્યા છે. અમે ફૂંકથી પથ્થરો કોતર્યા છે. નહીં થાય ઉલ્લેખ તારો, તું ડર મા, સમયનાં મેં થોડા જ થર ખોતર્યા છે. અહીં એ જ ફાવી શકે છે પ્રણયમાં, અહીં જેમણે ઝાંઝવાઓ તર્યા છે. પ્રસંગો તમસની ઉદાસીના આપો, અમે આંસુના આગિયા નોતર્યા છે. -દર્શન પરમાર (‘રકીબ’ અમદાવાદી)

વિશ્વ ભરમાં કોરોના વાઇરસ સંક્રમણના સેકન્ડ વેવની આશંકા, ફ્રાંસ બાદ હવે બ્રીટનમા પણ લોકડાઉન જાહેર કરાયું

પ્રતિકાત્મક તસવીર

“હવે પગલાં ભરવાનો સમય આવી ગયો છે, આ સિવાય અન્ય કોઈ વિકલ્પ નથી”- બોરિસ જોનસન બ્રિટેનમાં ફરી લોકડાઉન લાગુ કરવામાં આવ્યું કોરોનાના સંક્રમણમાં વધારો થતાં આ નિર્ણય લેવાયો આ લોકડાઉન 4 અઠવાડીયા સુધી લાગુ રાખવામા આવશે ઇન્ટરનેશનલ: બ્રિટનમાં કોવિડ -19 ના કેસોમાં થયેલા વધારાને ધ્યાનમાં રાખીને વડા પ્રધાન બોરીસ જોનસનને શનિવારે ઘોષણા કરી હતી કે દેશમાં એક મહિના એટલે કે 4 અઠવાડિયા માટે લોકડાઉન -2 લાગુ કરવામાં આવશે. ગુરુવારથી પ્રતિબંધના નવા નિયમો લાગુ કરવાની તૈયારી ચાલી રહી છે. આ નિયમો હેઠળ લોકોને ઘરે જ રહેવું પડે છે. જો કે, કેટલાક…