આજે દિલ્હી અને રાજસ્થાન સામસામે

  • આજે બેન સ્ટોક્સ મેચમાં જોવા નહિ મળે

IPL: આઈપીએલ 14ની 7મી મેચમાં દિલ્હી કેપિટલ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે સાંજે 7:30એ વાનખેડે સ્ટેડિયમમાં આમને સામને. રાજસ્થાન પહેલી મેચ હાર્યા બાદ જીતની નવી શરૂઆત કરવા દિલ્હી કેપિટલ સામે ઉતરશે. રાજસ્થાન ટીમને બેન સ્ટોક્સ ની ખલેલ પડશે. આ સેમસન માટે મુશ્કેલી લાવી શકે છે. દિલ્હી કેપિટલ્સએ તેમના નવા કેપ્ટન ઋષભ પંતના નેતૃત્વમાં શાનદાર શરૂઆત કરી છે, તેની પહેલી મેચમાં ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) ને 7 વિકેટે હરાવી, પરંતુ સોમવારે રાજસ્થાન રોયલ્સને પંજાબ કિંગ્સ (PBKS) એ 4 રન થી હરાવ્યું હતું.

RR v/s DC આંકડા શું કહે છે..?
આઈપીએલ રેકોર્ડની વાત કરીએ તો, રાજસ્થાન રોયલ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે અત્યાર સુધીમાં (2008-2020) 22 મેચ થઈ છે. બંને ટીમોએ 11-11 મેચ જીતી છે. છેલ્લી 5 મેચમાં દિલ્હીનો હાથ ભારે હતો. તેણે રાજસ્થાન રોયલ્સ સામે છેલ્લી પાંચ મેચ જીતી હતી. પંજાબ તરફથી 222 રનના વિશાળ લક્ષ્યનો પીછો કરતા રોયલ્સની ટીમ અંતિમ સમય સુધી મેચમાં રહી હતી, આઈપીએલની પહેલી મેચમાં રાજસ્થાનના સેમસન કેપ્ટન તરીકે (63 બોલમાં 119 રન આપીને) ટીમને છેલ્લે સુધી લાવ્યા હતા. પરંતુ જ્યારે ટીમને 5 રનની જરૂર હતી ત્યારે સેમસન છગ્ગો મારવા જતાં કેચ આપી બેઠો હતો. સાથે બીજો ઝટકો લાગ્યો જ્યારે મંગળવારે સ્ટાર ઓલરાઉન્ડર સ્ટોક્સને આંગળીમાં ફ્રેક્ચરને કારણે બાકીની ટૂર્નામેન્ટમાંથી બહાર કરી દેવામાં આવ્યો હતો.

સ્ટોક્સની ગેરહાજરીમાં જોસ બટલર, શિવમ દુબે અને રિયાન પરાગ જેવા ખેલાડીઓ પર દબાણ હશે કે તે વધુ સારું પ્રદર્શન કરે. પ્રથમ મેચમાં મનન વોહરા (12), બટલર (25), દુબે (23) અને પરાગ (25) લાંબી ઇનિંગ રમવામાં નિષ્ફળ ગયા હતા.રાજસ્થાન રોયલ્સની ટીમ માટે સૌથી મોટી સમસ્યા બોલિંગની છે. પ્રથમ મેચમાં ટીમના બોલરો આક્રમકમાં જોવા મળ્યા ન હતા. ડેબ્યૂ મેચમાં 31 રનમાં 3 વિકેટ લેનાર યુવા ઝડપી બોલર ચેતન સાકરીયા ઉપરાંત રાજસ્થાન રોયલ્સના અન્ય બોલરો પાસે પંજાબના બેટ્સમેનો તરફથી કોઈ જવાબ નહોતો. પંજાબના બેટ્સમેનોને મુસ્તફિઝુર રહેમાન, ક્રિસ મોરિસ, સ્ટોક્સ, શ્રેયસ ગોપાલ અને રાહુલ તેવાતીયા સામે રન બનાવવામાં કોઈ સમસ્યા નહોતી અને આ બધાએ બોલિંગમાં સુધારો કરવો પડશે.

દિલ્હી તેની જીતની ક્રમ જાળવી શકશે? અગાઉની રનર અપ દિલ્હી કેપિટલએ શાનદાર પ્રદર્શનથી પોતાના જીતનું અભિયાન શરૂ કર્યું હતું અને ત્રણ વખતની ચેમ્પિયન ચેન્નઈ સુપર કિંગ્સ સામે સરળ જીત નોંધાવી હતી. સુપર કિંગ્સે પ્રથમ બેટિંગ કરતા 7 વિકેટે 188 રન બનાવ્યા હતા, પરંતુ દિલ્હીના ઓપનર શિખર ધવન (54 બોલમાં 85) અને પૃથ્વી શો (38 બોલમાં 72) વચ્ચે 138 રનની પહેલી વિકેટની ભાગીદારીને કારણે દિલ્હીએ જીત મેળવી હતી. બોલિંગની વાત કરીએ તો ક્રિસ વોક્સ (18 રન આપીને 2 વિકેટ) અને આવેશ ખાન (23 રન આપીને 2 વિકેટ) લીધી હતી, અને આગામી મેચોમાં પણ આ ફોર્મને પુનરાવર્તિત કરવાનો પ્રયાશ કરશે. રવિચંદ્રન અશ્વિન, ટોમ કુરેન, અમિત મિશ્રા અને માર્કસ સ્ટોઇનિસ ની બોલિંગમાં નિરાશા મળી હતી.

રાજસ્થાન રોયલ્સ:

સંજુ સેમસન (કેપ્ટન), જોસ બટલર, બેન સ્ટોક્સ, યશસ્વી જયસ્વાલ, મનન વ્હોરા, અનુજ રાવત, રિયાન પરાગ, ડેવિડ મિલર, રાહુલ તેવતિયા, મહિપાલ લોમરોર, શ્રેયસ ગોપાલ, મયંક માર્કંડેય, એન્ડ્રુ ટાઇ, જયદેવ ઉનડકટ , કાર્તિક ત્યાગી, શિવમ દુબે, ક્રિસ મોરિસ, મુસ્તફિઝુર રહેમાન, ચેતન સાકરિયા, કેસી કરિયપ્પા, લિયામ લિવિંગસ્ટોન, કુલદીપ યાદવ અને આકાશ સિંહ.

દિલ્હી કેપિટલ :

ઋષભ પંત (કેપ્ટન), શિખર ધવન, પૃથ્વી શો, અજિંક્ય રહાણે, શિમરોન હેતમેયર, માર્કસ સ્ટોઇનિસ, ક્રિસ વોક્સ, આર અશ્વિન, અમિત મિશ્રા, લલિત યાદવ, પ્રવીણ દુબે, કેગીસો રબાડા, એનરિક નોર્ટેજે, ઇશાંત શર્મા, આવેશ ખાન, સ્ટીવ સ્મિથ, ઉમેશ યાદવ, રિપલ પટેલ, વિષ્ણુ વિનોદ, લુકમન મેરીવાલા, એમ સિદ્ધાર્થ, ટોમ કુરેન અને સેમ બિલિંગ્સ.

 

Related posts

Leave a Comment