- ‘મીડિયા બે પૈસાની છે’ મહુઆ મોઈત્રા
- આ નિવેદનથી પ્રેસ ક્લબ થયું નારાજ, માંગવી પડી માફી
- માફી માંગતા ટ્વિટરમાં શેર કર્યું મીમ
નેશનલ: પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસનાં એક મહિલા સાંસદે મીડિયા અંગે નિવેદન આપ્યું હતું જેમાં મીડિયાને બે કોડીનું છે એવો શબ્દ પ્રયોગ કર્યો હતો. આ સાંસદની ચારે તરફ ટીકાઓ થઇ રહી છે.
પશ્ચિમ બંગાળનાં મુખ્યમંત્રી મમતા બેનરજીનાં પક્ષનાં લોકસભા સાંસદ મહુઆ મોઇત્રા(Mahua Moitra)એ મંગળવારે સાંજે બે મુખ્ય બંગાળી ટીવી ચેનલનો બહિષ્કાર કરતી વખતે કથીત રીતે મીડિયાને બે કોડીનું લેખાવ્યું હતું. મીડિયા તરફથી આ સાંસદની આકરી ટીકાઓ થઇ રહી છે.
ગત રવિવારે બંગાળનાં નાદીયા જિલ્લામાં સ્થાનિક પત્રકારો પર ગુસ્સે થનાર આ સાંસદના આ કથીત વિવાદી નિવેદનને કોઇએ રેકોર્ડ કરીને સોશ્યલ મીડિયા પર વાઇરલ કરી દીધું હતું. આજે બુધવારે સવારે કોલકાતા પ્રેસ કલબે કહ્યું છે કે, આ સાંસદે પોતાનાં નિવેદન બદલ માફી માંગવી જોઇએ. ક્લબએ આ નિવેદનને ખૂબજ નિંદનિય અને પત્રકારો માટે અપમાનજનક લેખાવ્યું હતું.
પત્રકારોની આકરી પ્રતિક્રિયા પછી, આ મહિલા સાંસદે ટ્વિટર પર એક મીમના માધ્યમથી પત્રકારોની માફી માંગી છે. સાંસદે લખ્યું છે કે, મે ખૂંચે તેવી વાત કહી હતી. તેથી માફી માંગુ છું. બીજી બાજુ મમતાનાં પક્ષે આ સાંસદનાં નિવેદનથી દૂર રહેવાનું પસંદ કર્યુ છે. અને કહ્યું છે કે, આ નિવેદન એ સાંસદનું અંગત નિવેદન છે.
My meme-editing skills are improving! pic.twitter.com/PyO69avwRi
— Mahua Moitra (@MahuaMoitra) December 7, 2020