સોશિયલ મીડિયા ઉપર એક બાળકનો વિડિયો વાઇરલ થઈ રહ્યો છે. જેને જોઈને તમે તમારું હસવાનું રોકી નહીં શકો. સામાન્ય રીતે દરેક જગ્યાઓ પર જોવામાં આવે છે કે બાળકના હેર કટ કરાવતી વખતે મા-બાપના પસીના છૂટી જતાં હોય છે. બાળકો સલૂનની ખુરસી પર બેસતાની સાથેજ કઈકને કઈક તોફાન મસ્તી કે પછી ન બેસવાની જીદ શરૂ કરે છે. અહીં પણ એક એવો જ વિડિયો છે જેમાં એક બાળક પોતાના હેર કટ કરવવા માટે બેસી તો જાય છે પણ પછી રડવાનું શરૂ કરી દે છે. અને વાળ કપનાર વ્યક્તિને ધમકી પણ આપે છે.
My baby Anushrut,
Every Parents is struggle pic.twitter.com/wN7B510ZwS— Anup Jiwan Petkar (@Anup20992699) November 22, 2020
વીડિયોમાં જોઇ શકાય છે કે બાળક ખુરશી પર રડતો હોય છે અને વાળંદ તેના વાળ કાપી રહ્યાં છે. વાળંદ તેના વાળ કાપવા માટે વાળને પકડતાં જ બાળકે જોરથી બૂમ પાડી અને કહ્યું, “અરે, તમે શું કરો છો? શું તમે મારા બધા વાળ કાપી નાખશો?” વાળંદે તેને શાંત રાખવા માટે તેનું નામ પૂછ્યું, જેના પર તેણે કહ્યું કે, ‘મારું નામ અનુશ્રુત છે અને અનુશ્રુત વાળ કપાવવા નથી માંગતો.’ પછી બાળક ખૂબ જ નિર્દોષ રીતે હેરડ્રેસરને ધમકાવવાનું શરૂ કરે છે. ત્યારે તે કહે છે કે, ‘મને ખૂબ ગુસ્સો આવે છે. હું તમારા બધા વાળ પણ કાપી નાખીશ.
