IPL-14 ની શરૂઆત ની પ્રથમ મેચમાં જ થયો વિરાટ કોહલી ઘાયલ

IPL: આજે આઇપીએલ 2021 ની પ્રથમ મેચ હતી. જેમાં કેચ પકડવાની કોશિશ કરતા વિરાટ કોહલી થયો ઈજાગ્રસ્ત. મુંબઈ ઇન્ડિયન્સનાં કૃણાલ પંડ્યાનો કેચ પકડવા જતા વિરાટ કોહલીને આંખ પાસે થઈ ઇજા.આ ઘટના મુંબઈ ઇન્ડિયન્સ ની બેટિંગની 19મી ઓવરની પહેલા બોલ પર થઈ હતી.

કૃણાલ પડ્યાંએ જેમ્સનની 19મી ઓવરના પ્રથમ બોલ પર મીડ ઓફ ની ઉપર શોર્ટ માર્યો. શોર્ટ એટલો જોરથી માર્યો હતો, આ શોર્ટ કેચ કરવા જતાં બોલ હાથમાં થી છૂટી જતાં આંખની નીચે વાગ્યો હતો. જોકે બોલ વાગવાથી આંખની નીચે વાગ્યાનું નિશાન પણ જોવા મળ્યું હતું. જોકે વિરાટને ઇજા થઈ હોવા છતાં તે ફિલ્ડિંગ કરતો જોવા મળ્યો હતો. મેચ પૂરી થતાં વિરાટ બરફથી વાગ્યા ઉપર શેક કરતો જોવા મળ્યો હતો. જોકે વિરાટ આરસીબી તરફથી બેટિંગ કરવા પણ આવ્યો. વિરાટે વોશિંગ્ટન સુંદર સાથે આરસીબીની બેટિંગ શરૂઆત કરી હતી.
RCB એ ટોસ જીતીને પહેલા બોલિંગ લીધી. જેમાં મુંબઈ ઇન્ડિયન્સે 159 રન કર્યા હતા. જેમાં ક્રિસ લિનએ 49રન, સૂર્ય કુમાર યાદવે 31રન, ઈશાન કિશને 28રન કર્યા હતા. સાથે આરસીબીના હર્ષલ પટેલે 4ઓવરમાં 27રન આપીને 5 વિકેટ લીધી હતી.

Related posts

Leave a Comment