- સળંગ 22 વન-ડે જીતવાનો રેકોર્ડ બનાવ્યો
- 2017 થી કોઈપણ વન-ડે ઇન્ટરનેશનલ મેચ હાર્યા નથી
સ્પૉર્ટસ: ઓસ્ટ્રેલિયાની મહિલા ટીમે બનાવ્યો ઇતિહાસ. રવિવારે ન્યુઝીલેન્ડ ટીમને 6 વિકેટ થી હરાવી ને સળંગ 22 વન-ડે જીતવાનો રેકોર્ડ બનાવ્યો. ઓટ્રેલિયાની પુરુષ ટીમનો રેકોર્ડ તોડ્યો. 2017 થી કોઈપણ વન-ડે ઇન્ટરનેશનલ મેચ હાર્યા નથી.
ઓસ્ટ્રેલિયાની પુરુષ ટીમે 2003માં બનાવેલ 21 વન-ડે ઇન્ટરનેશનલ મેચ જીતી ને તે રેકોર્ડ ને પાછળ છોડ્યો. ઓટ્રેલિયાના કેપ્ટન મેગ લેનિંગ એ ત્રણેય મેચમાં ટોસ જીતીને પહેલા બોલિંગ લીધી અને ઓસ્ટ્રેલિયાનાં બોલર મેગાન શુટે 4 વિકેટ ની સાથે ન્યૂઝીલેન્ડ ને 212રન માં ઓલ આઉટ કર્યા.
ઓસ્ટ્રેલિયા મહિલા ટીમનાં એલિસા હિલી (69), એલિસે પેરી (56 અણનમ), અશ્લેગ ગાર્ડનર (53 અણનમ) ની અર્ધ સદી સાથે 6 વિકેટ થી જીત મેળવી.
મેગ લેનિંગ એ મેચ પછી જણાવ્યું કે “આ લાંબા સમય સુધી ટીમની શાનદાર જીત છે. આમે આ જીત 3 વર્ષમાં મેળવી છે જે બતાવે છે કે આ ફોર્મેટ માં આમારી ટીમ કેટલી અનુરૂપ છે