- PM નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને કરી એક અપીલ
- દીપોત્સવ પર્વ પર એક દીપ સૈનિકોનાં સન્માન માટે
નેશનલ: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને દીપોત્સવી પર્વમાં વીર સૈનિકોના સન્માનમાં એક – એક દિવો પ્રગટાવવા અપીલ કરી છે.
એક ટ્વીટમાં શ્રી મોદીએ કહ્યું કે, આપણે વીર જવાનોના સન્માનમાં દીપ પ્રગટાવીએ જે યોદ્ધાઓ નિર્ભય થઈને આપણા રાષ્ટ્રની સેવામાં સમર્પિત છે અને દેશનું રક્ષણ કરે છે.
This Diwali, let us also light a Diya as a #Salute2Soldiers who fearlessly protect our nation. Words can’t do justice to the sense of gratitude we have for our soldiers for their exemplary courage. We are also grateful to the families of those on the borders. pic.twitter.com/UAKqPLvKR8
— Narendra Modi (@narendramodi) November 13, 2020
પ્રધાનમંત્રીએ જણાવ્યું કે આપણે આપણાં જાબાઝ સૈનિકોને યાદ કરવાના છે, જે હાલ સરહદ પર ખડેપગે છે, અને ભારતમાતાની સેવા અને સુરક્ષા કરી રહ્યા છે, આ ભારતમાતાના વીર સંતાનોના સન્માનમાં દીવો પ્રગટાવી કહેવાનું છે કે ભલે તમે સરહદ પર છો પરંતુ સમગ્ર દેશ તમારી સાથે છે, તેમણે જવાનોના ત્યાગ અને બલિદાનને નમન કર્યા હતા.