IPL: 2021ની આજે પહેલી મેચમાં ટકરાશે રોયલ ચેલેન્જર બેંગલોર(RCB) V/S મુંબઈ ઇન્ડિયન્સ(MI). આ મેચ શુક્રવારે સાંજે 7:30 એ શરૂ થશે. આ મેચ ચેન્નઈનાં એમ.એ. ચિદમ્બર સ્ટેડિયમમાં રમશે. કોરોનાનાં વધતા સંક્રમણને કારણે આઈપીએલ ની બધી મેચ દર્શકો વગર જ રમશે. આ મેચનું લાઈવ પ્રસારણ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક (Star Sports Network) પર જોઈ શકાશે. આ વખતે આઈપીએલ અલગ અલગ 7 ભાષામાં પણ જોવા મળશે.
RCB અને MI ના ખેલાડી
RCB ટીમ:
વિરાટ કોહલી (કેપ્ટન), એબી ડી વિલિયર્સ, એડમ જંપા, ડેન ક્રિશ્ચિયન, ડેનિયલ સેમ્સ, દેવદત્ત પૌડિકલ, ગ્લેન મેક્સવેલ, હર્ષલ પટેલ, ફિન એલન, કેન રિચાર્ડસન, કે.એસ.ભરત, કાયલ જેમ્સન, મોહમ્મદ અઝરુદ્દીન, મોહમ્મદ સિરાજ, નવદીપ સૈની, પવન દેશપાંડે, રજત પાટીદાર, સચિન બેબી, શાહબાઝ અહેમદ, સુયશ પ્રભુદેસાઈ, વોશિંગ્ટન સુંદર, યુઝવેન્દ્ર ચહલ.
MI ની ટીમ :
રોહિત શર્મા (કેપ્ટન), એડમ મિલને, આદિત્ય તારે, અનમોલપ્રીત સિંઘ, અનુકૂળ રોય, સુચિત રોય, અર્જુન તેંડુલકર, ક્રિસ લિન, ધવલ કુલકર્ણી, હાર્દિક પંડ્યા, ઇશાન કિશન, જેમ્સ નીશામ, જસપ્રીત બુમરાહ, જયંત યાદવ, કિરોન પોલાર્ડ, ક્રિનાલ પંડ્યા , માર્કો જેન્સન, મોહસીન ખાન, નાથન કલ્ટર નાઇલ, પિયુષ ચાવલા, ક્વિન્ટન ડી કોક, રાહુલ ચહર, સૌરભ તિવારી, સૂર્યકુમાર યાદવ, ટ્રેન્ટ બૌલ્ટ, યુધવીરસિંહ ચરક.