મનોરંજન: એમેઝોન ઑરિજિનલ અનપોઝ્ડ: નયા સફરના ટ્રેલરને લોન્ચ કર્યા પછી સ્ટ્રીમિંગ સર્વિસે ચૂંટેલા કાવ્યસંગ્રહમાંથી એક મનભાવન અને સુખદ ટ્રેક નયા સફરનું આજે અનાવરણ કર્યું હતું. સંગીતકાર બેલડી સચિન-જીગર દ્વારા રચિત આ ગીત ફિલ્મની થીમની જેમ જ આશા અને સકારાત્મકતાનો સંદેશો રજૂ કરે છે. અમિત મિશ્રાએ તેને ગાયું છે અને જેમાં શેખસ્પિયરનું રેપ પણ છે. નયા સફરના ગીતો કૌસર મુનીરે લખ્યા છે. આ ગીત વિશે વાત કરતાં, સંગીતકાર જોડી સચિન સંઘવી અને જીગર સરૈયાએ જણાવ્યું હતું કે, “નયા સફર ગીત કૃતજ્ઞતા અને નવી શરૂઆતના વિષયની આસપાસ છે. આપણા જીવનમાં એવો સમય…