રાજચરાડી ગામમાં ચરમારીયા દાદાના સાનિધ્યમાં 275થી વધુ વૃક્ષો રોપવામાં આવ્યાં

રાજચરાડીના ગ્રામજનોએ વૃક્ષા રોપણ કરી પ્રકૃતિ પ્રેમ જવાબદારી નિભાવી રાજકોટના રહેવાસી હિંમતભાઈ સવજીભાઈ દ્વારા ગ્રામજનોને વૃક્ષો અર્પણ કરવામાં આવ્યાં ગુજરાત: પ્રકૃતિનું જતન કરવું એ આપણી નૈતિક જવાબદારી છે. એક પ્રકૃતિ માત્રથી જ માનવ સૃષ્ટિને યોગ્ય કુદરતી વાતાવરણ મળી રહે છે. ત્યારે રાજચરાડી ગામના ગ્રામજનો દ્વારા 275 થી વધુ અલગ-અલગ વૃક્ષો રોપી સુંદર મજાનું વાતાવરણ ઉભું કર્યું છે. ધ્રાંગધ્રા તાલુકાના રાજચરાડી ગામમાં આવેલ ચરમારીયા દાદાના મંદિરની જગ્યાએ વૃક્ષા રોપણનું આયોજન કરવામાં આવ્યું હતું. ગ્રામજનો દ્વારા ગામની શોભા અને કુદરતી વાતાવરણ મળી રહે તે હેતુથી વૃક્ષા રોપણ કરવામાં આવેલું. રાજકોટના રહેવાસી હિંમતભાઈ…