રાજ્યનાં સોનગઢ પોલીસે કોરોના ગાઇડલાઇનનાં ભંગ બદલ રાજ્યનાં પૂર્વ મંત્રી કાંતિ ગામિત અને તેમના પુત્ર સહિત 18 વ્યક્તિઓની ધરપકડ કરી છે. મળતી માહિતી મુજબ સોનગઢમાં પૂર્વમંત્રી કાંતિભાઇ ગામિતની પૌત્રીની સગાઇનો વિડિયો સોશિયલ મિડીયામાં વાયરલ થયો હતો. જેમાં કોવિડ ગાઇડલાઇનનો ભંગ થતો હતો. જેથી સોનગઢ પોલીસે એપેડેમિક એક્ટ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ હેઠળ ગુનો દાખલ કરીને રાજ્યના પૂર્વ મંત્રી કાંતિ ગામિત સહિત 18 વ્યક્તિની ધરપકડ કરી છે.