બિહાર રાજ્યના પ્રભાવશાળી નેતાઓ માના એક એવા રામ વિલાસ પાસવાનનું 74 વર્ષની ઉમરે દિલ્લીની હોસ્પતલમાં લાંબી સારવાર બાદ મૃત્યુ નીપજયું હતું આ બાબતે તેમના પુત્ર ચિરાગ પાસવાને ટ્વીટ કરી માહિતી આપી હતી.કેન્દ્રિય મંત્રી રામવિલાસ પાસવાન લગભગ છેલ્લા 1 મહિનાથી દિલ્હીની હોસ્પિટલમાં દાખલ હતા. તારીખ 2 ઓક્ટોબરના દિવસે રાત્રે તેમની હાર્ટ સર્જરી કરવામાં આવી હતી. આ પહેલા પણ તેમની એક બાયપાસ સર્જરી થઈ હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના કેબિનેટ સહયોગી રામ વિલાસ પાસવાનના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. પીએમ મોદીએ ટ્વિટ કરતા કહ્યું કે રામવિલાસ પાસવાનના નિધનના દુ:ખને વ્યક્ત કરવા…