રાજસ્થાનના ચુરુ જિલ્લો અહીં બિલયુબાસ રામપુર નામનું એક ગામ છે. ત્યાં શ્રી રામ નામની એક મોટી ગૌશાળા આવેલી છે. ત્યાં રહેતી 100થી વધુ ગાય કાળનો કોળિયો બની છે. હજુ પણ અમુક ગાયમાં બીમારીના લક્ષણો જોવા મળી રહયા છે. વાત 20 નવેમ્બરની છે અચાનક ગાયની તબિયત બગડી હતી અને ધીમે ધીમે મૃત્યુ થવા લાગ્યા. એક જ દિવસમાં આ શ્રી રામ ગૌશાળાની 75 ગાય રામ ચરણ પામી હતી. જોકે આ ઘટના બનતાની સાથે પશુપાલન વિભાગ અને પશુ ડોક્ટરએ ફટાફટ કામગીરી શરૂ કરી હતી. સારવાર બાદ પણ આ મોતનો સિલસિલો રોકાતો ન હતો.…