દિલ્લીને હરાવી મુંબઈ બન્યું IPL2020નું વિજેતા અત્યાર સુધીમાં કુલ 5 સિઝન મુંબઈ જીત્યું છે રોહિત શર્મા બન્યો IPLનો સૌથી સફળ કપ્તાન સ્પોર્ટ્સ: મંગળવારે રમાયેલી ફાઇનલમાં મુંબઈ ઇન્ડિયન્સે દિલ્હી કેપિટલ્સને પાંચ વિકેટથી હરાવીને પાંચમી વાર આઇપીએલ ટાઈટલ જીતી લીધું છે. અન્ય કોઈ ટીમ પાંચ વખત આ ક્રિકેટ લીગ જીતી શકી નથી. લોકેશ રાહુલે સૌથી વધુ રન 670રન ફટકારીને ઓરેન્જ કેપ તથા કેગિસો રબાડાએ 30 વિકેટ ખેરવીને પર્પલ કેપ જીતી હતી. પ્રથમ બેટિંગ કરતાં દિલ્હી કેપિટલ્સે 20 ઓવરને અંતે સાત વિકેટે 156 રનનો સ્કોર નોંધાવ્યો હતો જે ફાઇનલ મેચની સરખામણીએ મોટો સ્કોર…