વડી અદાલત દ્વારા અપાયેલા નિર્દેશો અંગે બેઠકમાં ચર્ચા પછી નિર્ણય લેવાશે-પ્રદિપસિંહ જાડેજા

ગુજરાતમાં હાઇ કોર્ટ જણાવ્યુ છે કે, માસ્ક ન પહેરનાર વ્યક્તિઓને કોવિડ કેર સેન્ટરમાં ફરજો સોંપવી સરકાર આ બાબતે બેઠકમાં નિર્ણય લેશે ગુજરાત: ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું છે કે ગુજરાતની વડી અદાલત દ્વારા માસ્ક ન પહેરનાર વ્યક્તિઓને કોવિડ કેર સેન્ટરમાં ફરજો સોંપવા અંગેના જે દિશા-નિર્દેશો કરવામાં આવ્યા છે. તે સંદર્ભે મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને મળનાર કોર કમિટીની બેઠકમાં યોગ્ય ચર્ચા-વિચારણા કરાયા બાદ યોગ્ય નિર્ણય રાજ્ય સરકાર કરશે. જાડેજાએ ઉમેર્યું કે, કોરોના સંક્રમણને રોકવા માટે કોર્ટ દ્વારા જે દિશા-નિર્દશો આપવામાં આવે છેતેનો રાજ્ય સરકાર ચુસ્તપણે અમલ કરે છે. નામદાર હાઇકોર્ટ…