રાજયમાં એક જ દિવસમાં 2 મોટા અકસ્માત વડોદરા અને સુરેન્દ્રનગરમાં બની ઘટના 14લોકોએ જીવ ગુમાવ્યા ગુજરાત: સામાન્ય રીતે લોકોનાં કાનમાં એક્સિડેંટ શબ્દ શંભળતા જ ચોંકી જાય છે. એમાં પણ રોડ અકસ્માત (એક્સિડેંટ) આપણાં દેશમાં વધુ પ્રમાણમાં જોવા મળે છે. વાત કરીએ આજનાં દિવસની તો આજનાં જ દિવસમાં ગુજરતમાં વડોદરા અને સુરેન્દ્રનગરમાં ભયંકર રોડ એક્સિડેંટ થયા છે જેમાં 14 જેટલા લોકો એ પોતાનો જીવ ગુમાવ્યો છે. વડોદરા એક્સિડેંટ: આજે વહેલી સવારે વડોદરાનાં વાઘોડિયા નજીક એક મોટો અકસ્માત સર્જાયો હતો. જેમાં ટેમ્પો અને ડમ્પર આથડયાં હતા, 10 લોકોના દૂ:ખદ મોત થયા છે.…