પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે અમદાવાદ, પુણે અને હૈદરાબાદની મુલાકાત લઈને કોવિડની રસીના વિકાસ તથા ઉત્પાદનની પ્રક્રિયા નિહાળશે

નેશનલ: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે અમદાવાદ સહિત ત્રણ શહેરોની મુલાકાત લઈને કોવિડની રસીના વિકાસ તથા ઉત્પાદનની પ્રક્રિયા નિહાળશે. તેઓ અમદાવાદમાં ઝાયડ્સ બાયોટેક પાર્ક, પુણેમાં સીરમ ઇન્સ્ટીટ્યૂટ તથા હૈદરાબાદમાં ભારત બાયોટેક એકમોની આજે મુલાકાત લેશે. PM મોદી આ મુલાકાત વખતે સંબંધિત એકમો ખાતેના વૈજ્ઞાનિકો સાથે ચર્ચા-વિચારણા કરશે. પ્રધાનમંત્રી આજે સવારે અમદાવાદ નજીક ચાંગોદરમાં આવેલા ઝાયડ્સ બાયોટેક પાર્કની મુલાકાત લઈને કોવિડની રસીના વિકાસ પ્રક્રિયાની માહિતી મેળવશે. ઝાયડસ કેડીલા આવતા અઠવા઼ડિયે તેની કોવિડ માટેની રસીના બીજા તબક્કાનાં પરિક્ષણોનાં પરિણામો સુપરત કરશે. અને ડિસેમ્બરમાં ત્રીજા તબક્કામાં પરિક્ષણો હાથ ધરશે. જો અપેક્ષીત પરિણામો મળ્યા તો…

અમારી રસી 95 ટકા અસરકારક છે, ટૂંક સમયમાં અમે મંજૂરી માટે અરજી કરીશું – Pfizer

રસીની રેસમાં બે ફાર્મા કંપનીઓ Pfizer પોતાની રસીને 95% અસરકારક કહે છે Modrena માને છે કે, તેની રસી 94.5% અસરકારક ઇન્ટરનેશનલ: ફાર્માસ્યુટિકલ મેજર કંપની Pfizerએ બુધવારે કહ્યું હતું કે અંતિમ વિશ્લેષણમાં COVID-19 રસી 95% અસરકારક હોવાનું જણાયું છે અને કંપનીનું કહેવું છે કે તે એક દિવસમાં જરૂરી મંજૂરી માટે અરજી કરશે. અંતિમ વિશ્લેષણનાં થોડા દિવસો પહેલાં ફાર્માસ્યુટિકલ ડ્રગ કંપની Pfizerએ જણાવ્યું હતું કે તેની રસીના વિશ્લેષણમાં જાણવા મળ્યું છે કે, તે COVID -19 ને રોકવામાં 90 ટકા સુધી અસરકારક હોઈ શકે છે. આ સૂચવે છે કે રસીઓને લગતી કંપનીની ટ્રાયલ…