અગાઉ જે 8 મહાનગરો સહિત ૨૯ શહેરોમાં કોરોના કરફ્યુ હતો તે ઉપરાંત હવે વધુ 7 શહેરો ડીસા, અંકલેશ્વર, વાપી, મોડાસા, રાધનપુર, કડી અને વિસનગર સહિત કુલ 36 શહેરોમાં રાત્રિના 8 થી સવારના 6 વાગ્યા સુધી કોરોના કરફ્યુ અને વધારાના નિયંત્રણો તા. 6 મે-2021 થી તા.12 મે-2021 સુધી દરરોજ રાત્રે 8 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી રાત્રિ કરફયુનો અમલ આ શહેરોમાં કરવાનો રહેશે અનાજ-કરિયાણાની દુકાન, શાકભાજી, ફળ-ફળાદિ, મેડિકલ સ્ટોર, મિલ્ક પાર્લર, બેકરી તથા ખાદ્યપદાર્થોની દુકાનો ચાલુ રહેશે 36 શહેરોમાં તમામ ઉદ્યોગો, ઉત્પાદન એકમો, કારખાનાઓ અને બાંધકામ પ્રવૃત્તિઓ યથાવત ચાલુ રહેશે ખાનગી…
Tag: cm vijay rupani
સૌરાષ્ટ્ર માટે સુવિધા, જામનગરમાં 400 ઓક્સિજનની સુવિધાવાળા બેડની હોસ્પિટલનું ઈ-લોકાર્પણ
400 બેડની ક્ષમતા બાદ વધુ 600 બેડ ક્ષમતા-ઓક્સિજન સપ્લાય વ્યવસ્થા સાથેની કોવિડ હોસ્પિટલ ઊભી કરાશે જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર સહિતના સૌરાષ્ટ્રના જિલ્લાના લોકો માટે કોરોના સંક્રમણ સારવારની મોટી સુવિધા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જામનગર ખાતે રીલાયન્સ ફાઉન્ડેશન દ્વારા તૈયાર કરાયેલી 400 ઓક્સિજનની સુવિધાવાળા બેડની હોસ્પિટલનું આજે ઈ-લોકાર્પણ ગાંધીનગરથી કર્યું હતું. મુખ્યમંત્રીએ જણાવ્યું કે, કોરોનાની બીજી લહેર વધુ વિકરાળ સાબિત થઈ રહી છે તેવા સંજોગોમાં રાજ્ય સરકાર સંક્રમણને રોકવા માટેના તમામ પગલાંઓ લઈ રહી છે. રાજ્ય સરકારે છેલ્લા દોઢ મહિનામાં બેડની સંખ્યામાં વધારો કરીને 41,000 થી 1 લાખ બેડ તેમજ 18000 થી…
17 હજાર ગામોમાં કોરોનામુક્તિની સંકલ્પના, આજથી ‘મારૂં ગામ કોરોનામુકત ગામ’અભિયાનનો પ્રારંભ
NCC-NSS- નહેરૂ યુવા કેન્દ્ર-રેડ ક્રોસ જેવા સંગઠનોના સેવાકર્મીઓને-ધર્મસંસ્થાના કાર્યકરોને ‘મારૂં ગામ કોરોનામુકત ગામ’ અભિયાનમાં જનજાગૃતિ કેળવવા જોડી શકાય – રાજ્યપાલ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની ઉપસ્થિતીમાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ સી.એમ. ડેશબોર્ડ માધ્યમથી રાજ્યના ગામોના સરપંચો, જિલ્લા-તાલુકા પંચાયત પ્રમુખો, પદાધિકારીઓ, અગ્રણીઓ અને જિલ્લા પ્રભારી મંત્રીશ્રીઓ, અધિકારીઓ સાથે મારૂં ગામ કોરોનામુકત ગામ અભિયાનના પ્રારંભ અવસરે ઇ-સંવાદ સાધીને માર્ગદર્શન આપ્યું હતું. મુખ્યમંત્રીએ રાજ્યના દરેક ગામોમાં શાળા સંકુલ, જ્ઞાતિની વાડી, મોટા ખાલી રહેલા મકાનો, મંડળીઓ, પંચાયત ઘર જેવી જગ્યાઓએ જરૂર જણાયે આઇસોલેશન સેન્ટર, કોવિડ કેર સેન્ટર્સ ઊભા કરવા અને તેમાં શરદી, ખાંસી, સામાન્ય તાવ જેવા…
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી આજે સાંજે 4 વાગ્યે વિવિધ ધર્મ-સંપ્રદાયનાં સંતો-મહંતો સાથે સંવાદ યોજશે
કોરોનાની વર્તમાન પરિસ્થિતિ અંગે મુખ્યમંત્રીશ્રી સંતસમાજ સાથે ચર્ચા-વિમર્શ કરશે સાંપ્રત સમયને અનુલક્ષી સરકાર, સમાજ અને સંતોએ સંયુક્ત રીતે કાર્ય કરવા સંવાદ-સેતુ : મુખ્યમંત્રીશ્રીની અનોખી પહેલ ગુજરાત: મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી આજ રોજ સાંજે 4 વાગ્યે રાજ્યનાં સંતો-મહંતોઓ સાથે વીડિયો કોન્ફ્રરન્સનાં માધ્યમ દ્વારા કોરોનાની સાંપ્રત પરિસ્થિતિ અંગે સંવાદ-સેતુથી જોડાશે. આ સંવાદ-સેતુમાં શ્રી રત્નસુંદરજી મહારાજ સાહેબ, નમ્રમુની મહારાજ સાહેબ, વ્રજરાજકુમાર, દ્વારકેશલાલજી, બ્રહ્મવિહારીસ્વામી, સંત સ્વામી – વડતાલ, ત્યાગવલ્લસ્વામી, શેરનાથ બાપુ, અવિચલદાસજી મહારાજ, દિલીપદાસજી મહારાજ, શંભુપ્રસાદ ટૂંડિયા, મૌલાના લુકમાન તારાપુરી, રાઈટરેવ સિલ્વન વગેરે વિવિધ ધર્મ સંપ્રદાયનાં સંતો-મહંતો જોડાશે. ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ રાજ્યમાં જ્યારે…