છત્તીસગઢમાં માઓવાદી હુમાલામાં ૨૩ સૈનિકો શહીદ થયા

પ્રતિકાત્મક તસવીર

નેશનલ: છત્તીસગઢમાં સુકમા-બીજાપુર જીલ્લાઓમાં સરહદી વિસ્તાર જગરગુંડામાં માઓવાદી હુમાલામાં શહીદ થયેલા સૈનિકોની સંખ્યા વધીને ૨૩ થઇ છે. આ ઓચિંતા હુમલામાં રપ થી વધુ સુરક્ષાકર્મી ઇજાગ્રસ્ત થયા હતા. આજે તેકુલગુંડાનજીક એક શોધ અભિયાનમાં CRPF અને DRGના શહીદ જવાનોના પાર્થિવ દેહ મળી આવ્યા હતા. પોલીસે જણાવ્યું કે,આ અથડામણમાં અનેક માઓવાદીઓ પણ માર્યા ગયા છે. એક મહિલા વિદ્રોહી સહીત ઘટના સ્થળેથી બે માઓવાદીના મૃતદેહો મળી આવ્યા છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહે મુખ્યમંત્રી ભુપેશ બધેલ સાથે વાતચીત કરી અને કેન્દ્રીય રીઝર્વ પોલીસ દળના મહાનિયામક કુલદીપસિંહને પરિસ્થિતિનો તાગ મેળવવા માટે તરત જ ઘટના સ્થળે જવા…