શું તમારા વોટ્સએપમાં એક વિડિયો આવ્યો છે જેમાં નરેન્દ્ર મોદી યોગા કરી રહ્યાં છે અને લખ્યું છે કે, મોદી સાહેબનો આ વિડિયો ખૂબ રેર છે, જુવો યુવાન નરેન્દ્ર મોદી યોગા કરી રહ્યાં છે. આ વિડિયો દેશનાં ઘણાં જાણીતા લોકોએ પણ પોતાના સોશિયલ મીડિયામાં શેર કર્યો છે. જેમથી એક છે ગજેન્દ્ર ચૌહાણ જે એક જાણીતા કલાકાર છે અને તે દેશની ખૂબ જાણીતી સંસ્થા FTII પુણેનાં ચેયરમેનપણ રહી ચૂક્યા છે. તો જાણી લો શું છે હકીકત અને આ કોનો વિડિયો છે! આ વિડિયો યોગગુરુ બીકેએસ અય્યંગારનો છે. બીકેએસ અય્યંગાર ભારતનાં ખૂબ પ્રસિધ્ધ…