ભરૂચની કોવિડ હોસ્પિટલમાં ભીષણ આગ, મૃતકોના વારસને 4 લાખ રૂપિયાની સહાય

70 બેડની ડેઝિગનેટેડ કોવિડ હોસ્પિટલમાં આગ લાગતા અનેક દર્દીઓ મોતને ભેટ્યાં 12 દર્દી, 2 સ્ટાફ કર્મી સહિત 15ના મોતનુ પ્રાથમિક અનુમાન ભરૂચ જંબુસર બાયપાસ રોડ પર આવેલી વેલ્ફેર હોસ્પિટલની ડેઝિગનેટેડ કોવિડ હોસ્પિટલમાં ઘણા દિવસથી કોરોના પોઝિટિવ દર્દીઓ સારવાર લઇ રહ્યાં હતા. ત્યારે શુક્રવારની મધ્યરાત્રીએ હોસ્પિટલના કોવિડ વોર્ડમાં અચાનક આગ લાગતા 12 દર્દી, 2 સ્ટાફ કર્મી સહિત 15ના મોતનુ પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. હોસ્પિટલમાં આગ લાગી હોવાની વાતની જણ થતાં ભરૂચના પશ્ચિમ વિસ્તારના લોકો હૉસ્પિટલ બહાર દોડી આવ્યાં હતા. આશરે 40 એમ્બ્યુલન્સ ઘટના સ્થળે ઊભી થઈ ગયેલી અને સ્થાનિક…